જામનગર મનપાની સ્ટન્ડિંગમાં 35.47 કરોડના ખર્ચને બહાલી

જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ શહેરના વિકાસ માટે રૂૂ. 35.47 કરોડના કામોને મંજૂરી આપી છે. સમિતિના ચેરમેન નિલેશ કગથરાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 24 જેટલા વિકાસ કાર્યોને…

જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ શહેરના વિકાસ માટે રૂૂ. 35.47 કરોડના કામોને મંજૂરી આપી છે. સમિતિના ચેરમેન નિલેશ કગથરાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 24 જેટલા વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવી છે. જામનગર શહેરના જુદા જુદા સ્થળોએ 13 પ્લોટમાં વૃક્ષારોપણ કરાશે. શહેરમાં કુલ 5 લાખ વૃક્ષો વાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. વોર્ડ નંબર 1થી 8માં ડોર-ટુ-ડોર કચરા કલેક્શન માટે રૂૂ. 9 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો માટે રૂૂ. 4.89 કરોડની ક્ધસલ્ટન્સી મંજૂર કરવામાં આવી છે. શહેરને વધુ હરિયાળું બનાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મિયાવાકી પદ્ધતિથી થીમ ફોરેસ્ટ બનાવવા રૂૂ. 1.25 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. સમર્પણ સર્કલ, નવા નાગના, વ્હોરાના હજીરા, લાલપુર ચોકડી અને મહાપ્રભુજી બેઠક પાસે આ થીમ ફોરેસ્ટ વિકસાવવામાં આવશે. દરેક ચોરસ મીટરમાં ત્રણ વૃક્ષો વાવવામાં આવશે.

વોર્ડ નંબર 16માં બોક્સ કેનાલના કામ માટે રૂૂ. 3.98 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ જ વોર્ડમાં ખાનગી સોસાયટીઓ અને હાઉસિંગ બોર્ડમાં લોકભાગીદારીથી સીસી રોડ બનાવવા રૂૂ. 3.81 કરોડ મંજૂર કરાયા છે. ધારાસભ્ય રિવાબા જાડેજાની ગ્રાન્ટમાંથી 78-વિધાનસભા વિસ્તારમાં રૂૂ. 2 કરોડના સિવિલ કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *