Connect with us

ગુજરાત

રાજકોટના 14 સહિત રાજ્યના 200 પોલીસ સ્ટેશન અપગ્રેડ, પી.આઈ.ની થશે નિમણૂક

Published

on

પીએસઆઈની 300 અને એએસઆઈની 384 જગ્યા મંજૂર કરાઈ

રાજકોટ શહેરમાં 30 અને ગ્રામ્યમાં 10 નવા પીએસઆઈની ટૂંક સમયમાં નિમણૂક


ગુજરાતમાં વધતી જતી ગુનાખોરીને ધ્યાને લઈ ગુજરાત પોલીસનું મહેકમ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાઓના મુદ્દાઓની કામગીરી અને તપાસ સંચાલક માટે પોલીસ મહેકમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે (SHODH) Strengthening of Human Resources for Operations, Detection and Hndling of Law & Order Issuesયોજના અંતર્ગત વર્ષ 2024-25નાં બજેટમાં ગુજરાત પોલીસનું સંખ્યાબળ વધારવા માટે માંગેલી મંજુરી ઉપર મ્હોર લાગી છે. જેના કારણે હવે ગુજરાતભરમાં પોલીસ ખાતામાં વધુ મહેકમની ભરતી કરવામાં આવશે. જેમાં રાજકોટના 18 સહિત ગુજરાતભરનાં 200 જેટલા પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી આ પોલીસ સ્ટેશનમાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે. તેમજ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખાલી પડેલી 300 બિન હથિયારી પીએસઆઈ તેમજ 280 એએસઆઈ અને 94 હથિયારી એએસઆઈની ભરતી કરવામાં આવશે. આમ ગુજરાતમાં કુલ 894 હંગામી જગ્યાઓ ઉભી કરવામાં આવશે જેના માટે રૂા.69.08 કરોડની રકમની વહીવટી મંજુરી ગૃહ વિભાગનાં ઠરાવ બાદ આપવામાં આવી છે.


આગામી ટૂંક સમયમાં જ ગૃહવિભાગ દ્વારા પીએસઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પીઆઈની નિમણૂંક આપવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લાના 14 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શાપર વેરાવળ, ગોંડલ તાલુકા, જેતપુર ઉદ્યોગનગર, મેટોડા, ધોરાજી તાલુકા, જેતપુર તાલુકા, પડધરી, કોટડાસાંગાણી, લોધિકા, ભાયાવદર, જામકંડોરણા અને વિરપુર તેમજ પાટણવાવ પોલીસ મથકમાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લાઓમાં સુરેન્દ્રનગરના -11, મોરબીના-3, જામનગરના 8, દેવભૂમિ દ્વારકાના 2, જૂનાગઢના 7, ગીર સોમનાથના 4, પોરબંદરના 3, અમરેલીના 6, ભાવનગરના 8 અને બોટાદના 2 પોલીસ મથકને પીઆઈ કક્ષાના અપગ્રેડ કરી ત્યાં પીઆઈની નિમણૂંક કરવામાં આવશે.


ગુજરાતના અલગ અલગ શહેર જિલ્લાઓમાં ખાલી પડેલી પીએસઆઈની 300 જગ્યા ઉપર ટૂંક સમયમાં જ પીએસઆઈની નિમણૂંક થશે જેમાં રાજકોટ સીટીમાં 30, રાજકોટ ગ્રામ્યમાં 10, સુરેન્દ્રનગરમાં 8, મોરબીમાં 5, જામનગરમાં 5, દેવભૂમિ દ્વારકા 3, જૂનાગડ 16, પોરબંદર 6, ગીર સોમનાથ 1 અને અમરેલીમાં 11 પીએસઆઈની નિમણૂંક કરવામાં આવશે. ઉપરાંત નવા 200 બિનહથિયારી એએસઆઈને ગુજરાતના અલગ અલગ પોલીસ મથકોમાં ફાળવવામાં આવ્યા છે. આ જગ્યાઓમાં રાજકોટ શહેરમાં 12, રાજકોટ ગ્રામ્યમાં 9, મોરબી 3, જૂનાગઢ 3, પોરબંદર 5, અમરેલી 7, ભાવનગર 13 બિનહથિયારી એએસઆઈ મુકવામાં આવશે. તેમજ 94 હથિયારી એએસઆઈની પણ નિમણૂંક થશે જેમાં રાજકોટ સિટીમાં 25 હથિયારી એએસઆઈની ફાળવણી કરવામાં આવશે. 280 બિનહથિયારી એએસઆઈ પૈકી હેડ કોન્સ્ટેબલ કક્ષાના 208 આઉટ પોસ્ટને એએસઆઈની પોસ્ટમાં અપગ્રેડ કરી 208 એએસઆઈની ફાળવણી કરવામાં આવશે.

જેમાં કુલ 32 બિન હથિયારી એએસઆઈને રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત એમ ચાર કમિશ્નર રેટમાં ફાળવણી કરવામાં આવશે. 208 જેટલી હેડ કોન્સ્ટેબલ કક્ષાની આઉટ પોસ્ટને એએસઆઈ કક્ષાની આઉટ પોસ્ટમાં અપગ્રેડ કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાની કુલ 9 આઉટ પોસ્ટમાં હવે એએસઆઈની નિમણૂંક થશે. જેમાં ગોંડલ તાલુકાના સુલતાનપુર, જામકંડોરણામાં વાવડી અને ચિત્રાવડ, આટકોટના મોટા દડવા અને સાણંથલી, જસદણના ભડલી, ભાયાવદરના ઢાંક, સુલતાનપુરના વાસાવડ, કોટડાસાંગાણીના રામોદ આઉટ પોસ્ટમાં હવે એએસઆઈની નિમણૂંક કરવામાં આવશે.

ક્રાઇમ

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

Published

on

By

ચોટીલાના નાની મોલડી ગામે કાઠી દરબાર ભુપતભાઇ જેઠુરભાઇ ખાચરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખી હત્યામાં સંડોવાયેલ ઝીંઝુડાની 27 વર્ષીય યુવતી અને તેના બે સગીર ભાઇઓની ધરપકડ કરી હતી. રૂપીયાની લેતી દેતી બાબતે કાઠી દરબાર પ્રૌઢને મોતને ઘાટ ઉતારી લાશને કુવામાં ફેંકી દીધી હતી.


ચોટીલાના ઠાંગા પંથકમાં આવેલ ઠાંગનાથ મહાદેવજીના મંદીર પાસે આવેલા કુવામાંથી નાની મોલડીના 48 વર્ષીય ભુપતભાઈ જેઠુરભાઈ ખાચરની લાશ મળી આવી હતી. લાશ પર ઈજાના નીશાન હોવાથી તેઓની હત્યા કરાઈ હોવાનું પ્રથમ દૃષ્ટીએ લાગતુ હતુ. ત્યારે મૃતકના ભાઈ ભરતભાઈ જેઠુરભાઈ ખાચરે ઝીંઝુડા ગામની ધારા મહેશગીરી ગૌસ્વામી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.


આ ફરિયાદ નોંધાતા જ નાની મોલડી પીઆઈ એન.એસ.પરમાર સહિતનાઓએ તપાસના ચક્રો ગતીમાન કરીને 20 વર્ષીય ધારા ગૌસ્વામી અને તેના ર સગીર ભાઈઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ ધારા ગૌસ્વામી અને મૃતક ભુપતભાઈ છેલ્લા દોઢેક વર્ષથી એક બીજાના સંપર્કમાં હતા. ધારા અવારનવાર ભુપતભાઈને બાઈક પર મુકવા આવતી હતી. અને બન્ને વચ્ચે પૈસાની લેતી-દેતીના સબંધો પણ થયા હતા.
ત્યારે આ પૈસાની લેતી દેતી બાબતે જ ધારાએ બન્ને સગીર ભાઈઓ સાથે મળી હત્યાનો પ્લાન કર્યો હતો. અને બનાવના દિવસે પણ રાત્રે ધારા બાઈક લઈને ભુપતભાઈને મુકવા આવી હતી. અને બન્ને ઠાંગનાથ મહાદેવ મંદીર નજીક આવેલા કુવા પાસે બેઠા હતા. જેમાં ધારાના 2 સગીર ભાઈઓ અગાઉથી હાજર હતા. અને બન્નેએ લોખંડના પાઈપના ઉપરા છાપરી 5 થી 6 ભુપતભાઈના માથે મારી તેઓનું ઘટનાસ્થળે મોત નીપજાવ્યુ હતુ. બાદમાં બનાવ આત્મહત્યાનો લાગે તે માટે લાશને કુવામાં ફેંકી દીધી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

ભાજપના નેતાઓના વન ટુ વન ક્લાસ લેતા મોદી

Published

on

By

પૂરગ્રસ્ત જિલ્લાઓમાં સર્જાયેલી સમસ્યા અને ભાજપના નેતાઓના બફાટ અંગે વ્યકત કરી નારાજગી

રાજભવનમાં મોડી રાત સુધી બેઠકોનો ધમધમાટ ચાલ્યો, વહીવટી તંત્ર અને સંગઠનની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી

ગુજરાતમાં છેલ્લા ઘણાં મહિનાઓથી સર્જાયેલી અજંપાભરી રાજકીય પરિસ્થિતિ, કેટલાક ધારાસભ્યો અને નેતાઓનો જાહેરમાં બફાટ આ ઉપરાંત વડોદરાના પૂર તેમજ અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સમસ્યા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ નેતાઓના ક્લાસ લીધા હતા.


રાજભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિનિયર મંત્રીઓ, પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ સાથે અલગ-અલગ મંત્રણા કરી હતી. ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે સરકારના વહીવટી તંત્ર અને સંગઠનની પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાક મુદ્દે નારાજગી વ્યક્ત કરી ગંભીર નોંધ લીધી હતી.

જીએમડીસીનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી રાજભવન આવીને વડાપ્રધાન મોદીએ સિનિયર મંત્રીઓ, પાર્ટીના પ્રદેશ નેતાઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી. રાજભવનમાં ગઈકાલે સોમવારે મોડી સાંજથી ભાજપના નેતાઓ અને અધિકારીઓ સાથે પી.એમ. મોદીની બેઠકોનો સિલસિલો શરૂ થયો હતો જે મોડી રાત સુધી ચાલ્યો હતો. બેઠક બાદ અમુક નેતાઓ મલકાતા જોવા મળ્યા હતાં તો કેટલાકના ચહેરા પરથી રંગ ઉડી ગયા હતાં.


સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં તત્કાલ કડક પગલાં લેવા વડાપ્રધાન મોદીએ તાકીદ કરી છે. પૂર અસરગ્રસ્તોને સમયસર રાહત સહાય મળે અને સ્થિતિ ઝડપથી પૂર્વવત્ થાય તેવી તાકીદ અધિકારીઓને કરી છે. તેમણે કેબિનેટના વિસ્તરણ અને નવત્પ્રદેશ પ્રમુખની વરણી અંગે મુખ્યમંત્રી અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ સાથે પરામર્શ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.ગુજરાતમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સરકાર અને સંગઠન વચ્ચે સંકલનમાં રહીને કામ કરવાની તાકીદ કરી છે. એવી હૈયાધારણ આપી હોવાનું કહેવાય છે કે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મંત્રણા કરીને બને તેટલી ઝડપથી નવા પ્રદેશ પ્રમુખની વરણી અંગે વિચારણા કરાશે.


કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ ગુજરાત ભાજપનો હવાલો પણ સંભાળી રહ્યાં છે ત્યારે પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દાનો અમલ કરવા ગણગણાટ વધી રહ્યો છે. તે જોતાં હાઇકમાન્ડ ગુજરાતનો મામલો હાથ પર લઇ શકે છે.
કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓમાં રાજ્યના વહીવટી તંત્રને મોદીએ સ્પષ્ટ કેટલાક નિર્દેશો આપ્યા છે. રાજભવનની આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ જે પ્રશ્નો પૂછ્યા હતા તેનો તેમણે સ્પષ્ટ ઉત્તર માગ્યો હતો.

ભાજપમાં આંતરિક નારાજગી અંગે નેતાઓએ મોઢું સીવી લીધું
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપમાં ધીરે ધીરે આંતરિક અવાજ ઉઠી રહ્યો છે અને અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓને હોદા તથા ટિકીટોની લ્હાણી સામે અંદરખાને ભારે નારાજગી પ્રવર્તી રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ ગતરાત્રે રાજભવનમાં યોજેલી બેઠકો દરમિયાન આ અંગે પણ જાણવા પ્રયાસો કર્યાનું જાણવા મળે છે. જો કે, કોઈ નેતાએ નારાજગી અંગે મોં નહીં ખોલ્યાનું પણ જણાય છે. આમ છતાં વડાપ્રધાને કેટલાક નેતાઓના નિવેદનો તેમજ લોકોમાં પ્રર્વતતી નારાજગીનો તાગ મેળવવાના પ્રયાસો કરી પૂરગ્રસ્ત જિલ્લાઓમાં તાકીદે જરૂરી પગલાં ભરવા અને આંતરીક મતભેદો ભુલી જવા સુચના આપી હોવાનું માનવામાં આવે છે.

Continue Reading

ગુજરાત

જાણીતા તબીબનાં યુવાન પુત્રનું બીમારીના કારણે મોત

Published

on

By

લોહાણા સમાજમાં શોકની લાગણી છવાઇ

જામનગરનાં જાણીતા ન્યુરો સર્જન તબીબના યુવાન પુત્રનું કે જેઓ પણ ડોક્ટર હતા .તેમનું બીમારી ની ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આથી તબીબી જગત અને લોહાણા સમાજ શોકની લાગણી ફેલાઇ છે.
જામનગરના જાણીતા ન્યુરોસર્જન ડો. એ ડી રૂપારેલિયાનાં 34 વર્ષીય યુવાન પુત્ર ડો.જીગીશ રૂપારેલિયાનું આજે બીમારીનાં કારણે નિધન થયું હતું. તેઓ રાજસ્થાનના જોધપુર સ્થિત એઇમ્સમાં ડોક્ટર તરીકે સેવા આપતા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી જીવલેણ બીમારીનો સામનો કરી રહ્યા હતા. ગઇકાલે તેઓને જોધપુરથી જામનગર લાવવામાં આવ્યા હતા, અને અહી તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.પરંતુ તેમની સારવાર કારગત નીવડી ન હતી, અને આજે ડો.જીગિશ એ અંતિમ શ્વાસ લીધા હતા.

જામનગરના જાણીતા ન્યુરોસર્જન ડોક્ટર એ ડી રૂપારેલિયાને એક પુત્ર (જીગિષ) અને એક પુત્રી સંતાનમાં છે, તેઓની પુત્રી પણ હાલ તબીબી અભ્યાસ કરી રહી છે. ડો. જિગીષનાં નિધનનાં સમાચાર સાંપડતાજ શહેરનાં તબીબો, લોહાણા સમાજનાં આગેવાનો, શેહેરનાં આગેવાનો જ્ઞાતિજનો હિતેચ્છુઓ દોડી ગયા હતા. અને ભારે ગમગીની છવાઈ હતી.

Continue Reading
ક્રાઇમ1 min ago

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

ગુજરાત4 mins ago

ભાજપના નેતાઓના વન ટુ વન ક્લાસ લેતા મોદી

ગુજરાત4 mins ago

જાણીતા તબીબનાં યુવાન પુત્રનું બીમારીના કારણે મોત

ગુજરાત8 mins ago

સોહમનગરમાં મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત

Uncategorized10 mins ago

શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ

ગુજરાત12 mins ago

પોલીસે દેશી દારૂના ધંધાર્થીનો પીછો કરતાં ફિલ્મી દૃશ્યો સર્જાયા

ગુજરાત13 mins ago

ધોરાજીના વેપારીનો લાલપુર બાયપાસ પાસે ડમ્પર હેઠળ પડતું મૂકી આપઘાત

ગુજરાત16 mins ago

અલિયાબાડા પાસે નદીમાં નહાવા પડેલા બાળકનું પિતાની નજર સામે મોત

કચ્છ16 mins ago

કચ્છમાં ઇદના દિવસે બોલેરોના ચાલકે આઠ વર્ષના બાળકને કચડી નાખતાં મોત

ગુજરાત19 mins ago

જૂનાગઢમાં કાવાસાકી રોગે ફરી દેખા દીધી: છ વર્ષની માસૂમ બાળકીને લક્ષણો દેખાયા

રાષ્ટ્રીય23 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય24 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત19 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય19 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending