ઉના એચ.એમ.વી કોલેજના 20 એનસીસી કેડેટ્સ અગ્નિવીરમાં પસંદ

ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાતા ઉનાની એચ.એમ.વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એક સાથે 20 એનસીસી કેડેટ્સની ભારતીય સેનાની અગ્નિવીર યોજનામાં પસંદગી થઈ છે. એક…

ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાતા ઉનાની એચ.એમ.વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એક સાથે 20 એનસીસી કેડેટ્સની ભારતીય સેનાની અગ્નિવીર યોજનામાં પસંદગી થઈ છે. એક જ કોલેજમાંથી આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સેનામાં જોડાય તે ગુજરાતની ઐતિહાસિક અને ગૌરવપ્રદ ઘટના માનવા માં આવી રહી છે.

તાજેતરમાં ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અગ્નિવીર ભરતીના પરિણામમાં કોલેજ ના 20 કેડેટ્સ સફળ રહ્યા છે. પસંદગી પામેલા તમામ કેડેટ્સ હવે આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરીને દેશની સીમાઓનું રક્ષણ કરવા માટે તૈયાર થશે.

સોલંકી રોહિત ડી. (ચાંચકવાડ) ગોહિલ નિલેશ ટી. (સનખડા) બારૈયા અતુલસિંહ બી. (વાવરડા) ડાભી મહેશકુમાર કે. (સીમર) ગોહિલ હરદીપસિંહ એ. (પસવાળા) ગોહિલ દેવરાજ એચ. (ગાંગડા) ગોહિલ પારસ બી. (સનખડા) રામૂ મીત એમ. (પાલડી) મકવાણા દિવ્યેશ ડી. (કેરાળા) પરમાર જયરાજસિંહ બી. (મોઠા) ખટાણા કિશન એસ. (મોઠા) બાંભણિયા જિગર જી. (રામેશ્વર)બાંભણિયા રવજી જે.(રોહિશા) સોલંકી ગોપાલ બી. (વરસિંગપુર) ચુડાસમા નરેશ બી. (ગરાળ) ભીલ પંકજ આર. (સીમર) વંશ મુન્નાભાઈ એમ.(દેલવાડા) સિંગોડ ભગીરથ બી.(ગરાળ) સોલંકી પાર્થ આર. (ઉમેજ) બારડ સાગર પી. (મોટાડેસર) ની પસંદગી થતાં કોલેજ પરિવારમાં ખુશીનો માહોલ આ ભવ્ય સફળતા બાદ કોલેજ પરિવાર અને કેડેટ્સના પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

આ સિદ્ધિ બદલ કોલેજના એન.સી.સી. ઓફિસર મેજર પી.એમ. ધાંધલા, 8-ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ અમિત ત્યાગી અને એડમ. ઓફિસર કર્નલ વિજયકુમાર મિશ્રાએ તમામ કેડેટ્સને અભિનંદન પાઠવ્યા છે.

ઉપરાંત, કોલેજ પરિવાર, લોકલ કમિટીના ચેરમેન અને ટ્રસ્ટી મંડળે પણ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. એક જ કોલેજ માંથી 20 વિદ્યાર્થીઓની સેનામાં પસંદગી એ માત્ર ઉના જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી ઘટના બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *