ગુજરાત
સમૂહ લગ્નના યુગલોને 18.60 કરોડની ગ્રૂપ પોલિસીથી 30 લાખનો વીમો અપાશે
પાટીદાર સમાજે ચીલો ચાતર્યો, 62 નવયુગલને 2.5 લાખનો કરિયાવર, 24000 રૂા.ની સરકારી સહાય, જાનૈયા-પિયરિયાઓ માટે લગ્નસ્થળે આવવા વિનામૂલ્યે બસ અપાશે
ગુજરાતમાં પાટીદાર સમાજની સુખી સંપન્ન સમાજ તરીકેની ગણતરી થાય છે. આ સમાજના લોકો સામાજિક પહેલ લાવવામાં આગળ પડતા છે. પાટીદારો સમાજ સતત નવું કરવા પ્રયત્નશીલ હોય છે. ત્યારે હવે પાટણનું 42 લેઉવા પાટીદાર યુવા મંડળ એક સ્ટેપ આગળ વધ્યું છે. દેશમાં કોઈ સમાજે આવું નહિ કર્યું હોય તેવું પાટણના આ 42 લેઉવા પાટીદાર યુવા મંડળે કરી બતાવ્યું છે. મંડળ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં જોડાયેલાં તમામ 62 નવયુગલનો 30-30 લાખનો વીમો ઉતરાવી આપ્યો છે. સાથે જ તેમને અનેક એવી સુવિધા અપાઈ છે.
હાલ પાટીદાર સમાજમાં 42 લેઉવા પાટીદાર યુવા મંડળ દ્વારા જે કરાયું તે ચર્ચામાં આવ્યું છે. આ મંડળ દ્વારા નલગ્ન કે સાથ ભી, લગ્ન કે બાદ ભીથ નામે એક પહેલ શરૂૂ કરવામાં આવી છે. મંડળ દ્વારા આયોજિત સમુહ લગ્ન દેશનો પહેલો એવો સમુહલગ્નોત્સવ હશે જેમાં વર અને ક્ધયા પક્ષને ઢગલાબંધ ભેટસોગાદો આપવામાં આવનાર છે. સાથે જ સમુહ લગ્નોત્સવથી પરિવારોના લગ્ન પ્રસંગ પાછળ થતા રૂૂપિયાના ખર્ચને ઓછો કરવાનો પણ પ્રયાસ કરાયો છે. 17 નવેમ્બરે ખોડલધામ સંડેર ખાતે 42 લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ, હાલ દેશભરમાં ક્યાંય ન થયા હોય તેવા આ સમુહલગ્ન બની રહેશે. આ વિશે યુવા મંડળના સંયોજક હાર્દિક પટેલનું કહેવું છે કે, આ પહેલથી તેમના પરિવાર ઉપર આર્થિક ભારણ ઘટશે. સમૂહલગ્નમાં દીકરીને એક પણ પૈસો લીધા વિના પરણાવવામાં આવશે. આ યુવા મંડળનો હેતુ પરિવારો દ્વારા થતા ભપાકાદાર લગ્નનો ખર્ચ ઘટાડવાનો છે.
સમુહલગ્ન માટે એક નિયમ, કોઈ પ્રીવેડિંગ નહિં થાય
42 લેઉવા પાટીદાર મહિલા સંગઠનના સામાજિક કુરિવાજો પાછળ થતાં ખર્ચ અટકાવવાના ભાગરૂૂપે પ્રી-વેડિંગ શૂટિંગ નહીં કરાવવાનો નિર્ણય કરાયેલો છે. જે મુજબ આ સમૂહલગ્નમાં જોડાયેલી તમામ 62 ક્ધયાઓ દ્વારા પ્રી-વેડિંગ શૂટિંગ નહીં કરાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
વર અને વધૂને શું શું અપાશે
(1)તમામ 62 નવયુગલને રૂૂ. 2.50 લાખથી વધુનો કરિયાવર.
(2) ફ્રીજ, ઘરઘંટીથી માંડીને રસોડાસેટ સહિતની 135થી વધુ ચીજવસ્તુ.
(3) વર-ક્ધયાનો રૂૂ. 15-15 લાખનો વીમો આ માટે રૂૂ. 18.60 કરોડની પોસ્ટની ગ્રૂપ ગાર્ડ પોલિસી લેવાઈ છે. તેનું પ્રીમિયમ લગ્નના દિવસે ભરાશે.
(4) 1 વર્ષના રિસ્કકવરમાં તેમાં આકસ્મિક મૃત્યુ કે અકસ્માતના સંજોગોમાં કોઈ અંગને નુકસાન થાય તો પરિવારને આર્થિક મદદ મળશે
(5) વર અને ક્ધયાને ઘરેથી સમૂહલગ્ન સ્થળે આવવા-જવા માટે એક-એક લક્ઝરી બસની પણ વિનામૂલ્યે વ્યવસ્થા.
(6) સાત ફેરા સમૂહલગ્નના અને કુંવરબાઈનું મામેરું યોજના 24,000ની સહકારી સહાય તેમજ લગ્ન સર્ટિફિકેટ સ્થળ પર જ મળે તેવી વ્યવસ્થા
(7)સમૂહલગ્નમાં પધારવા સમાજના 9,000 ઘરોમાં કંકોત્રીથી આમંત્રણ
ગુજરાત
રામેશ્વરનગરમાં પાણી ઢોળવાના પ્રશ્ને બે મહિલાઓ વચ્ચે બબાલ
એક મહિલાએ બીજી મહિલાનું માથું ફોડ્યું
જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં પાણી ઢોળવા બાબતે બે પાડોશી મહિલાઓ બાખડી પડી હતી, અને એક મહિલાએ પાડોશી મહિલાનું માંથી ફોડી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરના રામેશ્વર નગર નજીક જલારામ પાર્ક શેરી નંબર -2 માં રહેતી સુરજબા સંજય સિંહ જાડેજા નામની મહિલાએ પોતાના ઉપર હુમલો કરી માથું ફોડી નાખી લોહીલુહાણ કરી નાખવા અંગે પાડોશમાં રહેતી પ્રફુલાબા ચાવડા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને આરોપી મહિલાને પોતાનું આંગણું ધોઈ પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઈ હતી.
જેમાં ઉશ્કેરાયેલી પાડોશી મહિલાએ પોતાના ઘરમાંથી હથોડી લઈ આવી સુરજબા ના માથામાં હુમલો કરી દેતાં માથામાંથી લોહીની ધાર થઈ હતી, અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા હતા. સમગ્ર મામલે સીટી બી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.કે. વાઘેલા વધુ તપાસ ચલાવે છે.
ક્રાઇમ
મયૂરનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના કારણે હુમલો
3 શખ્સ સામે નોંધાયો ગુનો
જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક યુવાને જુની અદાવત ના કારણે પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સ્થાનિક ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.જામનગરમાં મયુર નગર વામ્બે આવાસ રોડ પર રહેતો સિરાજ ભીખુભાઈ સંઘાર નામનો 20 વર્ષનો સંધિ યુવાન કે જે ગઈકાલે પોતાના મિત્ર રૂૂસ્તમ સાથે બાઈકમાં જઈ રહ્યો હતો, જે દરમિયાન રસ્તામાં તેઓને ઈરફાન જુણેજા સહિતના ત્રણ શખ્સોએ રોક્યા હતા, અને જુની અદાવત નું મન દુ:ખ રાખીને છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.જેથી ઇજાગ્રસ્ત બંને યુવાનોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ હુમલાના બનાવ અંગે સિરાજ ભીખુભાઈ સંધિ એ જામનગરના ઈરફાન ઇસુબ જુણેજા, યસ સુરેશભાઈ વરણ તેમજ અમન બોદુભાઈ મલેક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
ક્રાઇમ
ખાવડાના મોટા બાંધા ગામની સીમમાં સગીર સાથે બે શખ્સોનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી
તાલુકાના ખાવડા વિસ્તારમાં આવેલા મોટા બાંધા ગામની સીમમાં બે શખ્સોએ સગીર સાથે સૃષ્ટિ વિરૂૂદ્ધનું કૃત્ય ગુજાર્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. બનાવ બાબતે ખાવડા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ આરોપીઓ મોટા દિનારામાં રહેતા અકરમ તાલબ સમા અને જાવેદ હસન સમાએ 11 વર્ષિય કિશોરને મોટા બાંધા ગામની સીમમાં બાઈકથી લઈ ગયા હતા. આ સગીરને માર મારી કપડા ઉતારી તેની સાથે વારા ફરતી સૃષ્ટી વિરૂૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ વાત કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે ભોગ બનનારે પરિવારને કહ્યા બાદ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમત કરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે, અગાઉ પણ ખાવડા વિસ્તારમાં આ પ્રમાણેની ઘટના સામે આવી ચુકી છે.
-
રાષ્ટ્રીય22 hours ago
‘જેનું પણ ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યું છે તેને 25 લાખ રૂપિયા આપો…’ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને લગાવી ફટકાર
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
ઐતિહાસિક જીત પર મારા મિત્રને અભિનંદન…પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
-
આંતરરાષ્ટ્રીય19 hours ago
ટ્રમ્પની જીત સાથે ભારતીય મૂળના 6 નેતા અમેરિકન સંસદમાં પહોંચશે
-
ક્રાઇમ19 hours ago
ગૃહકલેસમાં વૃદ્ધ દંપતી અને પુત્રનો આપઘાતનો પ્રયાસ
-
ક્રાઇમ19 hours ago
માનેલા મામાએ સાત વર્ષની ભાણેજ ઉપર આચર્યુ દુષ્કર્મ
-
રાષ્ટ્રીય1 day ago
USમાં ચૂંટણી વચ્ચે શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 79 હજારને પાર, તો નિફ્ટીમાં પણ ઉછાળો
-
આંતરરાષ્ટ્રીય23 hours ago
‘આ ઈતિહાસની સૌથી મોટી રાજકીય ક્ષણ છે…’, અમેરિકાની ચૂંટણીમાં જીત બાદ ટ્રમ્પનો હુંકાર
-
ગુજરાત19 hours ago
નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો થશે ઝળહળતો વિજય