ઉપલેટામાં લગ્નની લાલચ આપી 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ

ઉપલેટા પંથકની 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તે જ ગામનાં શખ્સે તેને ભગાડી જઇ દુષ્કર્મ ગુજારી સવારે તેને તરછોડી ભાગી જતા આ…

ઉપલેટા પંથકની 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તે જ ગામનાં શખ્સે તેને ભગાડી જઇ દુષ્કર્મ ગુજારી સવારે તેને તરછોડી ભાગી જતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સગીરા સાથે આરોપીએ બે વાર દુષ્કર્મ ગુર્જાયુ હતુ.

સગીરાને રાત્રે ભગાડી વાડલા ગામની સીમમાં લઇ જઈ નરાધમે દેહ ચૂંથી સવારે નરાધમ ઘરે પરત મૂકી ગયો હતો. બનાવ અંગે ઉપલેટા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી. નનબનાવ અંગે ઉપલેટા પંથકમાં રહેતી 17 વર્ષીય સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચિરાગ હરદાસ ચાવડા નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, ગઇ તા.04 ની રાત્રીના સમયે તેમની પુત્રી ઘરે મળી આવી ન હતી. જેથી પરિજનોએ પાડોશમાં તેમજ સગા સંબંધીઓના ઘરે તપાસ કરાવી હતી પણ પુત્રીનો કોઈ પતો લાગ્યો ન હતો. દરમિયાન ગઈકાલે સવારે આશરે 5:30 વાગ્યે સગીરા પરત ઘરે આવી ગઈ હતી.

જેથી પુત્રીની પૂછપરછ કરતાં તેણીએ જણાવ્યું હતું કે, આઠ માસ પૂર્વે ખાખીજાળિયા ગામે યોજાયેલ માતાજીના માંડવામાં ચિરાગ ચાવડા નામના શખ્સ સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે સંપર્ક વધતા ચિરાગે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી. નનબાદ તા.04 ની રાત્રે સગીરાને લગ્નની લાલચ આપી ચિરાગ ઉઠાવી ગયો હતો અને વડલા ગામની સીમમાં લઇ જઈ દુષ્કર્મ ગુજારી લીધેલ હતો. બાદમાં સવારે તે સગીરાને ઘર નજીક ઉતારી પોતે ફરાર થઇ ગયો હતો. વધુમાં અગાઉ પણ આરોપીએ દુષ્કર્મ આચર્યાની કેફિયત આપતાં પરિજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. બાદમાં પરિવારજનોએ સગીરાને હિંમત આપી ઉપલેટા પોલીસ મથકમાં દોડી જઈ ફરિયાદ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *