લગ્નમાં દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરાનું હૃદયરોગના હુમલાથી મોત

કલ્યાણપુરના ગઢડા ગામે કરૂણ ઘટના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે પિતાના મામાના ઘરે આવેલી એક તરુણીને દાંડિયા રાસ રમતી વખતે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેણીનું…

કલ્યાણપુરના ગઢડા ગામે કરૂણ ઘટના

ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે પિતાના મામાના ઘરે આવેલી એક તરુણીને દાંડિયા રાસ રમતી વખતે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.

આ કરુણ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતી સંધ્યાબેન અરવિંદભાઈ ડાભી નામની 16 વર્ષની તરુણી સોમવારે ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા તેણીના પિતાના મામાના ઘરે લગ્ન પ્રસંગમાં આવી હતી. અહીં રાત્રિના સમયે પ્રસંગ દરમિયાન ચાલી રહેલા દાંડિયારાસમાં સંધ્યાબેન દાંડિયા રમતી હતી. આ વખતે એકાએક તેણી મૂર્છિત થઈને પડી ગઈ હતી.

જેથી તેણીના પરિવારજનો દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તેણીને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા અરવિંદભાઈ જેતાભાઈ ડાભી (ઉ.વ. 40, રહે. ગઢકા) એ ખંભાળિયા પોલીસને જાણ કરી છે. આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે. તરુણીને હાર્ટ એટેક આવી જવાના આ બનાવે લોકોમાં હાર્ટ એટેકને લઈને વધુ ચિંતાની લાગણી પ્રસરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *