તાપી હોર્ષ શોમાં ગુજરાતનો સૌથી મોંઘો સોદો, પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ ખરીદ્યોે
સુરત શહેરમાં ઘોડેસવારી અને ભારતીય અશ્વ વારસાની પરંપરાને જીવંત રાખવા માટે સુરત હોર્સ સોસાયટી દ્વારા ’તાપી હોર્સ શો 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તાપી રિવરફ્રન્ટ, કેબલ બ્રિજ નીચે યોજાયેલા આ શોમાં દેશભરમાંથી શ્રેષ્ઠ ઓલાદના અશ્વો ઉમટી પડ્યા હતા, પરંતુ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બ્રહ્મોસ નામનો ઘોડો રહ્યો હતો.
સુરતમાં જન્મેલો અને માત્ર 3.5 વર્ષની ઉંમર ધરાવતો ’બ્રહ્મોસ’ નામનો ઘોડો આ શોનો સુપરસ્ટાર સાબિત થયો છે. તેની અદભૂત ઓલાદ અને તાકાતને જોતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રીના પરિવારે તેને ₹4.50 કરોડની જંગી કિંમતે ખરીદ્યો છે. આ સોદો સુરત અને ગુજરાતના અશ્વપાલન ક્ષેત્રે એક મોટો રેકોર્ડ ગણાય છે.
શોમાં માત્ર બ્રહ્મોસ જ નહીં, પણ સુરતના ઈશ્વર ફાર્મના પંકજભાઈ પટેલની મારવાડી બ્રીડની ઘોડી ’લક્ષ્મી’ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઘોડી પણ રૂા.1.11 કરોડમાં વેંચાઈ હતી. આ ઘોડીની ઉંમર પાંચ વર્ષ અને ઉંચાઈ 69 ઈંચ છે. તાપી હોર્સ શોમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 800થી 900 કિલોમીટર દૂરથી લાવવામાં આવેલા ઉચ્ચ ગુણવત્તાવાળા 200થી વધુ સ્પોર્ટ્સ ઘોડાઓ હાજર રહ્યા હતા. પ્રદર્શનમાં સિંધિ કોલ્ટ, સિંધિ ફિલી, કાઠિયાવાડી અને મારવાડી બ્રીડના વિવિધ શ્રેણીના ઘોડાઓએ ભાગ લીધો હતો.
દેશના વિવિધ રાજ્યોમાંથી લગભગ 800થી 900 કિલોમીટર દૂરથી લાવવામાં આવેલા ઉચ્ચ ગુણવત્તાવાળા સ્પોર્ટ્સ ઘોડાઓ આ શોની ખાસ આકર્ષણ બન્યા હતા જેમાં અહીંયા 200થી વધુ ઘોડાઓ આવ્યા છે . જેઓ વિવિધ એક્ટિવિટીમાં પાર્ટ લઈ રહ્યા છે જેમાં ટેન્ટ પેગિંગ, શો જમ્પિંગ, ઘોડેસવારી (રેવાળ ચાલ), હોર્સ કાર્ટ રાઇડિંગ,- બેરલ રેસ, – ગારો લેવો, – મ્યુઝિકલ ચેર, ડાન્સિંગ સ્પર્ધા, ઘોડેસવારી (રેવાળ ચાલ), હોર્સ કાર્ટ રાઇડિંગ જેવી એક્ટિવિટી કરવામાં આવી હતી.
સુરત હોર્સ સોસાયટીના આ પ્રયાસથી ભારતીય અશ્વ સંસ્કૃતિને નવું બળ મળ્યું છે. આ કાર્યક્રમ માત્ર પ્રદર્શન પૂરતો મર્યાદિત ન રહેતા, અશ્વપાલકો માટે વ્યાપાર અને માર્ગદર્શનનું એક ઉત્તમ પ્લેટફોર્મ પણ સાબિત થયો છે.
