જામજોધપુરના ધોરિયાનેસમાં પવનચક્કીની પાંખમાં સંતાડેલી 1524 દારૂની બોટલ ઝડપાઈ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધોરીયા અને વિસ્તારમાંથી પવનચક્કીના પાંખડામાં છુપાવાયેલ 1524 નંગ દારૂૂ ની બોટલ નો વિશાળ જથ્થો પોલીસે ઝડપે પડ્યો છે. જોકે પોલીસ ને…

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધોરીયા અને વિસ્તારમાંથી પવનચક્કીના પાંખડામાં છુપાવાયેલ 1524 નંગ દારૂૂ ની બોટલ નો વિશાળ જથ્થો પોલીસે ઝડપે પડ્યો છે. જોકે પોલીસ ને જોઈ ને આરોપી અંધારા નો લાભ લઈ ને નાસી છૂટ્યો હતો. જામજોધપુર પોલીસ સ્ટેશન ના સ્ટાફ ને ગઈકાલે બાતમી મળી હતી કે નામચીન શખ્સ નાથા લાલભાઈ મોરી એ દારૂૂ નો વિશાળ જથ્થો ધોરીયાનેસ – લાલવાડા નેસ માર્ગે પવનચક્કી પાસે ઉતર્યો છે. આથી પો .ઇન્સ. એ એસ રબારી અને પોલીસ.સ્ટાફ એ ગત મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસ નો કાફલો જોઈને આરોપી નાથા મોરી અંધારા નો લાભ લઈ ને નાસી છૂટ્યો હતો.

જ્યારે પોલીસે તપાસણી કરતા પવનચક્કીના અલગ અલગ ત્રણ મસ મોટા પાંખડા માં દારૂૂ નો વિશાળ જથ્થો છુપાવાયો હોવાનું જણાયું હતું. આથી પોલીસે પવનચક્કી ના પાંખડા ની તલાસી લેતા અંદર થી અલગ અલગ બ્રાન્ડ ની દારૂૂ ની કુલ 1524 બોટલ મળી આવી હતી.આથી પોલીસે રૂૂ.7 લાખ 62 હજાર ની કિંમત નો દારૂૂ ઉપરાંત એ સ્થળે થી એક રૂૂ.પાંચ લાખ ની કિંમત ની જી જે – 9 – એજી – 2880 નંબર ની ઈનોવા કાર પણ પોલીસે કબજે કરી હતી.

આ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામજીભાઈ પરમાર એ આરોપી નાથા લાલભાઈ મોરી સામે દારૂૂબંધી ગુના ના ભંગ બદલ પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ અંગે ની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ રબારી ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *