ગીર સોમનાથ જિલ્લામાં 140 પોલીસકર્મીઓની બદલી

ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્રમાં મોટા પાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા (ઈંઙજ) દ્વારા જાહેર હિત તેમજ પદના ખર્ચે કુલ…

ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્રમાં મોટા પાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા (ઈંઙજ) દ્વારા જાહેર હિત તેમજ પદના ખર્ચે કુલ 140 પોલીસ કર્મચારી ઓની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.

આ બદલીમાં ઉના, કોડીનાર, ગીર ગઢડા, નવાબંદર મરીન, વેરાવળ સીટી, સુત્રાપાડા, તાલાળા, સોમનાથ સુરક્ષા, પ્રભાસ પાટણ, મહિલા પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઈમ સહિત વિવિધ પોલીસ મથકોના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.

જાહેર કરાયેલા આદેશ મુજબ મોટાભાગની બદલીઓ જાહેર હિતમાં કરવામાં આવી છે, જ્યારે કેટલાક કર્મચારીઓની બદલી પદર ના ખર્ચે કરવામાં આવી છે.

સંબંધિત તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક નવી ફરજના સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે. સાથે જ સંબંધિત પોલીસ મથકના ઇન્ચાર્જોને પણ કર્મચારીઓને સમયસર છૂટા કરી તેમની હાજરી અંગે જિલ્લા પોલીસ કચેરીને જાણ કરવાની સૂચના અપાઈ છે.

બદલી થયેલા કર્મચારીઓ અલ્પાબેન ગોવિંદભાઈ ડોડીયા ,કિશોરભાઈ જીવાભાઈ વાળા,મનુભાઈ પરબતભાઈ જાદવ ,નસીમાબેન હુસેનભાઈ સીડા કશનાભાઈ સકરાભાઈ ભુરીયા,ઘુઘાભાઈ લખમણ ભાઈ પરમાર ,અશોકભાઈ બચુભાઈ સોલંકી,હિના બેન કાળુભાઈ ડોડીયા,અર્ચનાબેન ભીખાભાઈ પરમાર , અરવિંદભાઈ ગીગાભાઈ ભાલીયા,ગીગેવ ભાયાભાઈ પ્રવિણાબેન સાર્દુલભાઈ ચારણીયા, મંજુલાબેન તેજાભાઈ વાળા,ભાવિબેન લખમણભાઈ બારીયા, ભરતભાઈ જસમતભાઈ ગોહેલ ,રવિસિંહ પ્રદીપસિંહ ગોહીલ, હરેશભાઈ બાલુભાઈ પોરીયા,મનુભાઈ જાદવભાઈ વાળા ,ભાવેશભાઈ કરશનભાઈ ખસીયા,પરશોતમ ભાઈ વાસુરભાઈ ખુમાણ , સહિત 140 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે ઉના, કોડીનાર, ગીર ગઢડા, નવાબંદર મરીન, વેરાવળ સીટી, સુત્રાપાડા, તાલાળા, પ્રભાસ પાટણ, સોમનાથ સુરક્ષા, મહિલા પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઈમ સહિતના પોલીસ મથકો વચ્ચે વહીવટી ફેરબદલીનો સમાવેશ થાય છે. જિલ્લા પોલીસ કચેરીએ આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે તમામ કર્મચારીઓએ વિલંબ કર્યા વિના નવી જગ્યાએ હાજર થવું રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *