ઉના શહેરના દેલવાડા રોડ પર આવેલી શાહ એચ.ડી. હાઈસ્કૂલ તથા તે જ કેમ્પસમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં રાત્રિનાસમયેઅસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂૂની મહેફિલોયો જાતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મહેફિલ પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડમાં વિદેશી દારૂૂની ખાલી બોટલો અને અન્ય કચરો પડ્યો રહેતો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે બીજા દિવસે વહેલી સવારે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ પહેલાં જ દારૂૂની બોટલો ના દૃશ્યો જોવા મળે છે. આ ઘટનાના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
આ વિશાળ ગ્રાઉન્ડમાં દરરોજ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત રમતગમતની પ્રેક્ટિસ માટે અનેક યુવાનો આવે છે. સવારે અને સાંજે મોટી સંખ્યામાં મહિલાઓ, વડીલો અને સિનિયર સિટીઝનો પણ વોકિંગ માટે અહીં પહોંચે છે. આવા જાહેર અને શૈક્ષણિક સ્થળે અસામાજિક તત્વો દ્વારા દારૂૂ પીવાની પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છેતત્વો સામે કડક કાર્યવાહી કેમ થતી નથી તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે.
આ સમગ્ર મામલે શાહ એચ.ડી. હાઈસ્કૂલના આચાર્ય ડો. કિશોરભાઈ ગૌસ્વામીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, શાળાના ગ્રાઉન્ડમાં આવા દૃશ્યો લગભગ રોજ જોવા મળે છે. તેમના જણાવ્યા મુજબ, પોલીસ માં ફરિયાદ કરવા જવાથી ઘણી વખત ફરિયાદી સાથે જ આરોપી જેવું વર્તન થતું હોવાની લાગણી થાય છે અને લાંબો સમય પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે. બીજી તરફ, જો મહેફિલ માણતા લોકોને ફરિયાદની જાણ થઈ જાય તો શાળા અને સ્ટાફ માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
