રાજકોટના 6 સહિત રાજ્યના 118 PSIની બદલી

સાબરકાંઠાથી ડી.પી. ઝાલા અને ખેડાથી પી.જે. પરમારને સિટીમાં જયારે રૂરલમાં બી.એમ. બગડા અને પી.એન ત્રિવેદી મુકાયા રાજ્યના પોલીસ વિભાગમા 118 પીએસઆઇની બદલીનાં હુકમો કરવામા આવ્યા…

સાબરકાંઠાથી ડી.પી. ઝાલા અને ખેડાથી પી.જે. પરમારને સિટીમાં જયારે રૂરલમાં બી.એમ. બગડા અને પી.એન ત્રિવેદી મુકાયા

રાજ્યના પોલીસ વિભાગમા 118 પીએસઆઇની બદલીનાં હુકમો કરવામા આવ્યા હતા જેમા રાજકોટ શહેરનાં પ અને ગ્રામ્યનાં 1 મળી કુલ 6 પીએસઆઇ સહીત ગુજરાતનાં 118 બીન હથીયારી પીએસઆઇની બદલી કરવામા આવી છે.

પોલીસ વિભાગમા છેલ્લા ઘણા વખતથી ફરજ બજાવતા 118 પીએસઆઇની બદલીમા રાજકોટ સીટીમાથી પ પીએસઆઇ બદલાયા છે જેમા એચ. આર મોરીને પશ્ર્ચિમ કચ્છ – ભુજ , વી. એન. બોદરને અરવલ્લી, એમ. જે આહીરને પુર્વ કચ્છ – ગાંધીધામ, સી. એ તાવીયાડને મહીસાગર , આર જે. કામળીયાને અમદાવાદ સીટીમા મુકવામા આવ્યા છે જયારે ગ્રામ્યમાથી પી. જે. રાણાને સુરત મુકાયા છે રાજકોટ સીટીમા નવા બે પીએસઆઇને પોસ્ટીંગ અપાયા છે જેમા સાબરકાઠાથી ડી. પી. ઝાલા અને ખેડાથી પી. જે. પરમાર જયારે ગ્રામ્યમા મોરબીથી બી. એમ બગડા અને અરવલ્લીથી પી. એન ત્રીવેદીને મુકવામા આવ્યા છે.

ઉપરાંત પટેલ રીન્કુબેન રમણીકભાઈની ભાવનગરથી ઈન્ટે. બ્યુરો ગુ.રા. ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. પલાસ રાકેશ કુમાર દિપસિંહની સુરત શહેરમાંથી છોટા ઉદેપુરમાં બદલી કરવામાં આવી છે. ચાવડા ભરતસિંહ રમાભાઈની ડાંગ-આહવાથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. ભંડેરી સુભદ્રાબેન કુલજીભાઈની જી.યુ.વી.એન.એલ વડોદરાથી સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે. ચૌધરી અશોકભાઈ પુરાભાઈની ભાવનગરથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. કુંભરવાડીા મોહિતકુમાર માણંદભાઈની પશ્ચિમ કચ્છ-ભુજથી જામનગરમાં બદલી કરવામાં આવી છે. રાઠોડ પુર્વિશાબેન કાંતિભાઈની સુરત શહેરમાંથી ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.

રાઠવા રાહુલ ચેતનભાઈની સુરત શહેરમાંથી અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે. મોરી હર્ષિતાબેન રામસિંગભાઈની રાજકોટ શહેરમાંથી પશ્ચિમ કચ્છ ભુજ બદલી કરાઈ છે. જ્યારે મકવાણા પવન કુમાર કમલેશભાઈની ભાવનગરથી આણંદમાં બદલી કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વરારા 105 આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવ્યા બાદ પોલીસ તંત્રમાં હવે ટોપ ટુ બોટમ ફેરફારો શરુ થયા છે. જેમા હાલ 118 પીએસઆઈની બદલી કરવામાં આવી છે આ ઉપરાંત હવે ટુક સમયમાં જ હવે વેઈટીંગ ફોર પોસ્ટિંગ રખાયેલા 10 ડીઆઈજી કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ થનાર છે તથા પીઆઈથી ડીએસપીની બદલી તેમજ પીઆઈની બદલીના હુકમ હવે ટુક સમયમાં થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *