રાજકોટમાં રહેતા અને ભાડલા ગામે ખેતીની જમીન ધરાવતા ખેડૂતે લેન્ડ ગ્રેબિંગની કરેલી અરજીનો ખાર રાખી રાજકોટ ના કોઠારિયા રોડ ઉપર રહેતા શખ્સે હુમલો કરતા આ મામલે ભાડલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના માર્કેટિંગ યાર્ડ પાસે લાખેશ્વર સોસાયટીમાં રહેતા શૈલેશભાઈ જીવરાજભાઈ સુદાણીએ ભાડલા પોલીસમાં કરેલી ફરિયાદમાં રાજકોટના કોઠારિયા રોડ ઉપર રહેતા નીલેશ ચાનાભાઈ ડોબરિયાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ શૈલેશભાઈ જીવરાજભાઈ સુદાણીએ ભાડલાના બોઘરાવદર ગામે નીલેશની વાડી નજીક અન્ય વાડી વેચાતી લીધી હોય જે ખેતર બાબતે બન્ને વચ્ચે ચાલતા વિવાદમાં શૈલેશભાઈ જીવરાજભાઈ સુદાણીએ લેન્ડ ગ્રેબિંગની કરેલી અરજી કરી હોય જેનો ખાર રાખી શૈલેશભાઈ પોતાની વાડીએ હતા ત્યારે કોઠારિયા રોડ ઉપર રહેતા નીલેશ ચાનાભાઈ ડોબરિયાએ ઝગડો કરી શીલેશભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ મામલે ભાડલા પોલીસમાં કોઠારિયા રોડ ઉપર રહેતા નીલેશ ચાનાભાઈ ડોબરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
