યુઝવેન્દ્ર ચહલે આઇપીએલ પહેલા દારૂ પીવાનું છોડ્યું

હું ટીમમાં 150 ટકા પ્રદાન કરવા માગુ છું IPL પહેલા પંજાબ કિંગ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે તેના જીવનમાં લીધેલા એક મહત્વપૂર્ણ નિર્ણયનો ખુલાસો કર્યો છે.…

હું ટીમમાં 150 ટકા પ્રદાન કરવા માગુ છું

IPL પહેલા પંજાબ કિંગ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે તેના જીવનમાં લીધેલા એક મહત્વપૂર્ણ નિર્ણયનો ખુલાસો કર્યો છે. છેલ્લા છ મહિનાથી દારૂૂથી સંપૂર્ણપણે દૂર રહ્યો છે. 35 વર્ષની ઉંમરે 150% ફિટનેસ મેળવવાનું લક્ષ્ય રાખનારા ચહલે એબી ડી વિલિયર્સ સમક્ષ આ અંગેનો ખુલાસો કરીને કહ્યું છે કે તેણે ફ્રેક્ચર પાંસળી સાથે છેલ્લી ફાઇનલ રમી હતી.

IPL ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ (221) મેળવનાર ખેલાડી પાસે હવે એકમાત્ર મિશન પંજાબ કિંગ્સને તેમના પ્રથમ ટાઇટલ સુધી પહોંચાડવાનું છે. ભારતીય ક્રિકેટના સૌથી ચતૂર સ્પિનરોમાંના એક યુઝવેન્દ્ર ચહલે પોતાના અંગત જીવન અને કારકિર્દી વિશે ખુલાસો કર્યો છે તેણે છેલ્લા છ મહિનાથી દારૂૂથી દૂર રહ્યો છે. યુઝવેન્દ્ર ચહલ હવે તેની કારકિર્દીના એવા તબક્કામાં છે જ્યાં ફિટનેસ સૌથી મોટો પડકાર છે. પોતાની નવી જીવનશૈલી વિશે વાત કરતા તેણે કહ્યું, “મેં દારૂૂ પીવાનું છોડી દીધું છે, અને હવે છ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હું હવે 35 વર્ષનો છું, તેથી હું વધુ સક્રિય રહેવા માંગુ છું અને મારી ટીમ માટે મારું 150 ટકા આપવા માંગુ છું. એક સિનિયર ખેલાડી તરીકે, હું ઇચ્છું છું કે આઇપીએલમાં યુવા ખેલાડીઓ મારી પાસેથી શીખે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *