ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલના સમયમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 માં રમતા જોવા મળી રહ્યા છે, જ્યાં તેમણે તમિલનાડુ અને હરિયાણા વચ્ચે રમાયેલા મુકાબલામાં હરિયાણા ક્રિકેટ ટીમ માટે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. તમિલનાડુ સામે રમાયેલા આ મુકાબલામાં 3 વિકેટ ઝડપીને યુઝવેન્દ્ર ચહલે હવે ઈતિહાસ રચી દીધો છે, અને આ સાથે જ તે આવું કરનારો પ્રથમ ભારતીય બોલર પણ બની ગયો છે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 માં યુઝવેન્દ્ર ચહલ સતત શાનદાર પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે, અને તમિલનાડુ સામે રમાયેલા મુકાબલામાં ચહલે 4 ઓવરમાં 16 રન આપીને કુલ 3 વિકેટ ઝડપી છે. આ સાથે જ ચહલે હવે ટી20 ફોર્મેટમાં કુલ 400 વિકેટ પૂરી કરી લીધી છે અને આવું કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. ચહલે કુલ 346 ઝ20 મેચોમાં 402 વિકેટ પૂરી કરી છે, અને તે હજુ પણ આ યાદીને વધુ આગળ લઈ જઈ શકે છે, ત્યારે હાલ આ ટૂર્નામેન્ટમાં તે હરિયાણા માટે સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખવા માંગશે.
આ ઉપરાંત તે પંજાબ કિંગ્સ માટે ઈંઙક 2027 માં રમતા જોવા મળશે, જ્યાં પણ તે અનેક વિકેટ ઝડપીને પોતાના આ આંકડાને 450 સુધી પહોંચાડી શકે છે. હાલ આ યાદીમાં બીજા નંબર પર ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર જોવા મળી રહ્યા છે, જેમણે 339 ટી20 મુકાબલામાં અત્યાર સુધી કુલ 366 વિકેટ ઝડપી છે, જ્યારે જસપ્રીત બુમરાહના નામે 288 વિકેટ નોંધાયેલી છે. જોકે અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન અને પીયૂષ ચાવલા સહિતના ભારતીય બોલરોએ પણ 300 ટી-20 વિકેટ હાંસલ કરી છે.
