ઉજવણી વચ્ચે આંચકો, ICCએ ટીમ ઇન્ડિયાને ફટકાર્યો મેચ ફીના 35 ટકાનો દંડ

ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચમી અને નિર્ણાયક વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા રોમાંચક વિજય મેળવ્યો હતો. એક તરફ સીરિઝ જીત્યાનો જશ્ન મનાવવામાં આવી…

ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચમી અને નિર્ણાયક વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા રોમાંચક વિજય મેળવ્યો હતો. એક તરફ સીરિઝ જીત્યાનો જશ્ન મનાવવામાં આવી રહ્યો હતો, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા ભારતીય ટીમ પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પાંચમી વનડે મેચ દરમિયાન ભારતીય ટીમ નિર્ધારિત સમયમાં પોતાની ઓવરો પૂરી કરવામાં નિષ્ફળ રહી હતી અને ટીમ સ્લો ઓવર રેટની શિકાર બની હતી. મેચ રેફરીના આકલન મુજબ ભારતીય ટીમ નિર્ધારિત સમય કરતાં આશરે 7 ઓવર પાછળ રહી ગઈ હતી, જે ICCના આચારસંહિતા નિયમોનું સીધું ઉલ્લંઘન હતું. આઈસીસી દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર પ્રેસ રિલીઝ અનુસાર, સ્લો ઓવર રેટના મામલે આઈસીસી કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.22નો ભંગ કરવા બદલ ભારતીય ટીમ પર આ દંડ ફટકારવામાં આવ્યો છે.

આ નિયમ હેઠળ સામાન્ય રીતે સંબંધિત ટીમને મેચ ફીના 50 ટકા સુધીનો દંડ થઈ શકે છે, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICC એ ભારતીય ખેલાડીઓની મેચ ફીના 35 ટકા રકમ દંડ તરીકે કાપવાનો નિર્ણય લીધો છે.
આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહેલા કાર્યવાહક કેપ્ટન શ્રેયસ અય્યરે મેચ રેફરી રંજન મદુગલે સમક્ષ ટીમની આ ભુલને ખુલ્લા મનથી સ્વીકારી લીધી હતી. કેપ્ટન દ્વારા દોષ સ્વીકારી લેવામાં આવવાને કારણે કોઈ પણ પ્રકારની લાંબી ઔપચારિક સુનાવણી કે વિવાદ વગર સીધો દંડ અમલી બની ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *