પાડોશીએ ચોરીનું આળ મૂકી માર મારતા યુવાને એસિડ ગટગટાવ્યું

શહેરમાં દૂધસાગર રોડ પર પાડોશીએ ચોરીનું આળ મુકી માર માર્યો હતો. જેથી યુવકને માઠુ લાગી આવતાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર…

શહેરમાં દૂધસાગર રોડ પર પાડોશીએ ચોરીનું આળ મુકી માર માર્યો હતો. જેથી યુવકને માઠુ લાગી આવતાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, દુધસાગર રોડ પર રહેતા વિરમભાઈ જયંતિભાઈ સાથળીયા (ઉ.23) પોતાના ઘર પાસે હતો ત્યારે રાત્રીના સમયે પાડોશી પ્યારે સલાટે ચોરીનું આળ મુકી માર માર્યો હતો. જેથી યુવકને માઠુ લાગી આવતાં એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં મુળ ચોટીલાના આણંદપર ગામના વતની ભીખાભાઈ દુધાભાઈ થોરાણીયા (ઉ.50)એ વિઠ્ઠલવાવ પાછળ વાડીએ ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *