કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત પોલીસ સેવાના છ જીએએસ કક્ષાના અધિકારીઓને ખાસ કેસમાં આઈપીએસ કેડરમાં પ્રમોશન આધારે નિયુક્તિ આપતી સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી છે. રાજકોટના ડીસીપી તેમજ ગોંડલ એસઆરપી ગુપ-8ના અધિક્ષક સહીત આ છ અધિકારીઓને ગુજરાત કેડરમાં એક વર્ષના પ્રોબેશન પર નિયુક્ત કરવામાં આવશે અને ત્યારબાદ જરૂૂરી ઇન્ડક્શન ટ્રેનિંગ પણ આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર તમામ અધિકારીઓ એક વર્ષ સુધી પ્રોબેશન પર રહેશે અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી સહિતના નિર્ધારિત કાર્યક્રમો હેઠળ ઇન્ડક્શન ટ્રેનિંગ પૂર્ણ કરશે,જે છ અધિકારીઓને આઈપીએસ તરીકે પ્રમોશન અપાયા છે તેમાં રાજકોટ ઝોન-2ના ડીસીપી રાકેશ દેસાઈ,એસઆરપી ગુપ-8 ના અધિક્ષક કલ્પેશ ચાવડા, સુરત એઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ, અમદાવાદ શહેર ડીસીપી ઝોન 2 ભરતકુમાર રાઠોડ, એસઆરપીના અધિક્ષક પ્રફુલકુમાર વાણીય અને સુરતના રાજેશકુમાર ટી. પરમારને આઈપીએસ તરીકે બઢતી આપવામ આવી છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત પોલીસ સેવા (ૠઙજ) ના સિનિયર અધિકારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ, ભારતીય પોલીસ સેવા (ભરતી) નિયમો, 1954 અને આઈપીએસ (પદોન્નતિ દ્વારા નિમણૂક) વિનિયમો, 1955 હેઠળ ગુજરાત પોલીસ સેવાના 6 બાહોશ અધિકારીઓને આઈપીએસમાં પ્રોબેશન પર નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ તમામ અધિકારીઓની પસંદગી વર્ષ 2025 ની સિલેક્ટ લિસ્ટ અંતર્ગત કરવામાં આવી છે અને તેઓને ગુજરાત કેડર ફાળવવામાં આવી છે.
ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેની ગુજરાતના મુખ્ય સચિવ કેન્દ્રીય લોક સેવા આયોગ, ગુજરાતના પોલીસ મહાનિર્દેશક , અને એકાઉન્ટન્ટ જનરલને જાણ કરવામાં આવી છે. તેમજ મુખ્ય સચિવને આ સંબંધિત અધિકારીઓને તેમની સત્તાવાર નિમણૂક અંગે વહેલી તકે જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. આ બઢતીથી ગુજરાત પોલીસના વહીવટી માળખાને વધુ મજબૂતી મળશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવામાં સિનિયર અધિકારીઓનો બહોળો અનુભવ કામ લાગશે. પોલીસ બેડામાં આ જાહેરાતને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
