ભક્તિનગર વિસ્તારમાં જલરામ ચોક પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું મોત

ભક્તિ નગર સર્કલ પાસે આવેલ જલારામ ચોકમાં બાઈકના ચાલકે બચાવવા જતા રીક્ષાના ચાલકને અકસ્માત નડ્યો હતો અને તેમને ગંભીર ઇજા પહોંચતા તેમનું સારવારમાં મોત નીપજ્યું…

ભક્તિ નગર સર્કલ પાસે આવેલ જલારામ ચોકમાં બાઈકના ચાલકે બચાવવા જતા રીક્ષાના ચાલકને અકસ્માત નડ્યો હતો અને તેમને ગંભીર ઇજા પહોંચતા તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.આ ઘટનામાં અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ,ઓમનગર સર્કલ પ્રિયદર્શન સોસાયટીમાં રહેતા મનીશભાઈ લાલજીભાઈ ચાવડા (ઉ.40)નામના યુવાન પોતાની રીક્ષા લઇ ભક્તિનગર સર્કલથી ગાયત્રી નગર મેઈન રોડ પરથી પસાર થતા હતા ત્યારે એક બાઈકના ચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો અને તેમને ગંભીર ઇજાઓ થઈ હતી બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.મૃતક મનીષભાઈ ચાર ભાઈ બે બહેનમાં નાના હતા.આ અંગે હાલ.ભક્તિ નગર પોલિસે વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *