ગ્રીનલેન્ડ ચોકડીથી ઇજાગ્રસ્ત મળેલા યુવાનનું મોત; હત્યાની શંકા

તા. 10-5ના રોજ બસ સ્ટેશન પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળતા સિવિલમાં ખસેડાયો હતો, સિવિલમાંથી રજા આપતા યુવાન જતો રહયો હતો તા. 12-05ના રોજ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી…

તા. 10-5ના રોજ બસ સ્ટેશન પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળતા સિવિલમાં ખસેડાયો હતો, સિવિલમાંથી રજા આપતા યુવાન જતો રહયો હતો

તા. 12-05ના રોજ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો ત્યારે સિવિલની ફાઇલમાં કોઇએ માર માર્યાનું લખાવ્યું હતુ : આજે મોત થતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું

રાજકોટ શહેરમા એક શંકાસ્પદ બનાવ બન્યો છે જેમા ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી ઇજાગ્રસ્ત હાલતમા મળી આવેલા યુવાનનુ આજે સારવારમા મોત નીપજતા તેમના મૃતદેહને સિવીલ હોસ્પીટલે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામા આવ્યો હતો. તેમના શરીરે કોઇએ માર માર્યો હોય તેવા નિશાન જોવા મળ્યા હતા. આ ઘટનામા બી ડીવીઝન પોલીસે મૃતદેહનુ ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવ્યુ હતુ. આ ઘટનામા હાલ અકસ્માતે મોત થયાની એન્ટ્રી નોંધવામા આવી છે. પોસ્ટ મોર્ટમ રીપોર્ટ બાદ કોઇએ માર માર્યાનુ જાણવા મળશે તો હત્યાની કલમ હેઠળ અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુનો નોંધવામા આવશે તેવુ પોલીસમાથી જાણવા મળ્યુ છે.

વધુ વિગતો મુજબ ગઇ તા. 10-5 નાં રોજ બપોરનાં સમયે રાજકોટ એસટી બસ સ્ટેશન નજીક પાર્કીગ પાસેથી માથાનાં ભાગે ઇજા થયેલી હાલતમા એક અજાણ્યો પુરૂષ (ઉ.વ. અંદાજીત 3પ) વાળો મળી આવ્યો હતો. તેમને 108 મારફતે સિવીલ હોસ્પિટલે ખસેડવામા આવ્યો હતો. ત્યારે એ ડીવીઝન પોલીસ મથકમા એન્ટ્રી પડી હતી. સારવાર ચાલી રહી હતી તે સમયે આ યુવાને માથાના ભાગે 3 ટાકા આવ્યા હતા. ડાબા ખભ્ભે ફ્રેકચર થયેલુ હતુ. ત્યારે તેમની પાસે મોબાઇલ પણ હતો અને સાંજનાં સમયે સાડા ચારેક વાગ્યે યુવાનને સારૂ થઇ જતા તે હોસ્પીટલમાથી જતો રહયો હતો. આ સમયે સિવીલ હોસ્પીટલનાં ડેસ્ક વિભાગમા કામ કરી રહેલા ચિરાગભાઇ ડાભીએ તપાસ કરતા આ યુવાનનાં ખીસ્સામાથી આધાર કાર્ડ મળી આવ્યુ હતુ જેમા આ યુવાનનુ નામ કાનારામ મંગારામ મીણા (ઉ.વ. 3પ) રહે. મુળ રાજસ્થાન અને હાલ રાજકોટ) હોવાનુ જાણવા મળ્યુ હતુ.

ત્યારબાદ તા. 12-5 નાં રોજ કાનારામ મીણા ઇજાગ્રસ્ત હાલતમા ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી સવારનાં સમયે મળી આવ્યો હતો. તે સમયે 108 મારફતે તેમને સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. ત્યા તેમની સારવાર ચાલી રહી હતી . તે સમયે પોતે ભાનમા હોય જેથી તેમણે કોઇએ તેમને માર માર્યો હોવાનુ ડોકટરને જણાવ્યુ હતુ આ સમયે હેલ્પ ડેસ્કનાં ચીરાગભાઇ ડાભીને કાનારામનાં ખીસ્સામાથી 4300 રૂપીયા મળી આવ્યા હતા અને આધારકાર્ડ પણ મળી આવ્યુ હતુ . કાનારામની સારવાર ચાલુ હતી આ સમયે તેમનુ મોત નીપજતા તેમનાં મૃતદેહને પીએમ રૂમે ખસેડવામા આવ્યો હતો અને મૃતક પાસેથી મળી આવેલા મોબાઇલ નંબરનાં આધારે તેમના પરીવારજનોને જાણ કરવામા આવતા તેઓ પણ રાજકોટ પહોંચી આવ્યા હતા.

કાનારામ બે ભાઇ બે બહેનમા નાનો અને અપરણીત હતો. તેમનાં પિતા હયાત નથી . તેમજ કાનારામ 10 દિવસ પહેલા જ રાજસ્થાનથી રાજકોટ રોજગારી માટે આવ્યો હતો. તેનો મોબાઇલ પણ હાલ મળ્યો નથી. તેમનાં બનેવી કાળુભાઇ મીણાએ આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે તેમના સાળા કાનારામને કોઇએ માર માર્યો છે. અને તેમના શરીરે આ ઇજાનાં નિશાન જોવા મળ્યા છે. હાલ બી ડીવીઝન પોલીસે એડી દાખલ કરી ફોરેન્સીક રીપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ કરશે તેવુ જણાવ્યુ હતુ.

ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ થશે: ડીસીપી જગદીશ બાંગરવા
તા. 12 નાં રોજ સવારનાં સમયે ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી ઇજાગ્રસ્ત હાલતમા મળી આવેલા કાનારામ મીણાનુ સારવાર દરમ્યાન મોત નીપજતા તેમના મૃત્યુનુ કારણ જાણવા ફોરેન્સીક પીએમ કરવામા આવ્યુ છે. આ ઘટના શંકાસ્પદ હોય માટે ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવા સિવીલ હોસ્પીટલે પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યુ હતુ કે મૃતકનાં શરીરે લાલ ચાંભાનાં નિશાન છે. જે નિશાન કોઇએ માર મારવાથી અથવા અકસ્માતનાં હોય શકે છે. આમ છતા મૃતકનુ ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરવામા આવ્યુ છે. તેમનો પીએમ રીપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ કરવામા આવશે.

4 દિવસથી હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત યુવાન અંગે પોલીસે કોઇ નોંધ જ ન લીધી
તા. 12 નાં રોજ ગ્રીન લેન્ડ ચોકડીથી મળી આવેલા યુવાનને સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયુ છે . ત્યારે હાલ એ સવાલ છે કે 4 દિવસથી સિવીલ હોસ્પીટલમા સારવાર લઇ રહેલા કાનારામ મીણાનુ નિવેદન લેવા માટે પોલીસે કોઇ દરકાર દાખવી ન હતી. આ ઘટનામા જયારે યુવાનનુ મૃત્યુ નીપજયુ ત્યારે બી ડીવીઝન પોલીસ સિવીલ હોસ્પીટલે પહોંચી હતી અને તેઓને આ બનાવ હવે શંકાસ્પદ લાગતા મૃતદેહનુ ફોરેન્સીક પીએમ કરાવ્યુ હતુ. શરીરે ત્રણેક જગ્યાએ બેફામ માર માર્યાનાં નિશાન છે. બી ડીવીઝન પોલીસનાં પીઆઇ રાણે એ જણાવ્યુ હતુ કે હાલ પોલીસ ટીમ દ્વારા ઘટનાની આજુબાજુનાં સીસીટીવી ફુટેજ ચકાસી રહી છે. કાઇ શંકાસ્પદ જણાશે તો કાર્યવાહી કરવામા આવશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *