લાલપરી વિસ્તારમાં યુવકનું હૃદયરોગના હુમલાથી મોત

મોરબી રોડ પર લાલપરી નદીના કાંઠે રહેતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ,…

મોરબી રોડ પર લાલપરી નદીના કાંઠે રહેતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર લાલપરી નદીના કાંઠે રહેતાં જીતુ ઉર્ફે જીગા હંસરાજભાઈ સોલંકી (ઉ.38)નું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન ત્રણ ભાઈ ચાર બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. અન્ય બનાવમાં ભગવતીપરામાં અજાણ્યો યુવાન લાખાજીરાજ ઉદ્યોગનગરમાં સવજીભાઈ દુદાભાઈ કુમારખાણીયા (ઉ.47) અને થોરાળામાં મનસુખભાઈ નાથાભાઈ ગોહેલ (ઉ.52)નું બિમારી સબબ બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *