સુરેન્દ્રનગરમાં હિટ એન્ડ રન: રસ્તો ઓળંગતા વૃધ્ધાનું અજાણ્યા વાહન અડફેટે મોત
મેંદરડાના જીજુંડા ગામે રહેતો અને જુનાગઢમા કર્મકાંડનુ કામ કરતો યુવાન સંક્રાત કરવા બાઇક લઇને જુનાગઢથી જીજુંડા ગામે જઇ રહયો હતો ત્યારે મેંદરડા પાસે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો જેમા ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી મળતી વિગત મુજબ મેંદરડાના જીજુંડા ગામે રહેતો અને જુનાગઢમા કર્મકાંડનુ કામ કરતો પ્રતિક જીતેન્દ્રભાઇ પુરોહીત નામનો 30 વર્ષનો યુવાન સંક્રાત કરવા બાઇક લઇને જુનાગઢથી જીજુંડા ગામે જઇ રહયો હતો ત્યારે મેંદરડા પાસે યુવાને ડ્રાઇવીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતુ. અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયો હતો જયા યુવકનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક યુવાન બે ભાઇમા નાનો હતો અને જુનાગઢથી ઘરે તહેવાર કરવા જતો હતો ત્યારે અકસ્માત નડયો હોવાનુ જાણવા મળ્યુ છે.
વઢવાણમા રહેતા મોતીબેન ભુદરભાઇ લકુમ નામના 80 વર્ષના વૃધ્ધા પાંચ દિવસ પુર્વે સુરેન્દ્રનગરમા આવેલ આઇટીઆઇ પાસે રસ્તો ઓળંગતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવ્યા હતા. હીટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલા વૃધ્ધાનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
