જામનગરમાં ગળાફાંસો ખાઇ યુવાનનો આપઘાત

  જામનગરમાં રામેશ્વર નગર નજીક રાજ રાજેશ્વર સોસાયટીમાં રહેતા વિજય સિંહ હરદેવસિંહ જાડેજા નામના 35 વર્ષના યુવાને ગત 15 મી તારીખે પોતાના ઘેર કોઈ આગમ્ય…

 

જામનગરમાં રામેશ્વર નગર નજીક રાજ રાજેશ્વર સોસાયટીમાં રહેતા વિજય સિંહ હરદેવસિંહ જાડેજા નામના 35 વર્ષના યુવાને ગત 15 મી તારીખે પોતાના ઘેર કોઈ આગમ્ય કારણોસર પંખા ના હુકમ મા ચાદર બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત નો પ્રયાસ કર્યો હતો.

જે બનાવ અંગે 108 ની ટુકડીને જાણ કરાઈ હતી, અને 108 ની ટીમેં તેને નીચે ઉતારી લઈ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો ત્યાં ફરજપરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા હરદેવસિંહ બાબાભા જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય એમ વાળા જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી તેણે ક્યાં સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટેની કવાયત શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *