ક્રાઈમ બ્રાંચ અને પીસીબીની ટીમના એક જ દિવસમાં બે દરોડા, ચાર શખ્સોની ધરપકડ
દમણથી આઈસરમાં પસ્તીની આડમાં છૂપાવી લાવેલ 6 હજાર બોટલ દારૂ કબજે
મધ્યપ્રદેશથી ખાનગી ટ્રાવેલ્સમાં ઘૂસાડેલ 1056 બોટલ દારૂ પકડાયો
શહેરમાં 31મી ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે બુટલેગરો સક્રિય બન્યા હોય પોલસે પણ 31 ડીસેમ્બર પૂર્વે દારૂૂની હેરાફેરી ઉપર વોચ ગોઠવી હતી જેમાં ક્રાઈમ બ્રાંચ અને પીસીબીની ટીમે બે દરોડા પાડી રૂૂ. 22 લાખનો વિદેશી દારૂૂ સાથે 37 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર શખ્સોની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચે બેડી ચોકડી પાસે વોચ ગોઠવી આઈસરમાં પસ્તીની આડમાં છુપાવેલા વિદેશી દારૂૂના જથ્થા સાથે નડિયાદના બે શખસોને ઝડપી લઈ તેની પાસેથી રૂૂ.18.72 લાખનો દારૂૂ સહિત 28.82 લાખનો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા દારૂૂનો જેથ્થો ચોટીલા પાસેથી આપ્યું હોવાનું તેમજ આ દારુનો જથ્થો દમણના શખ્સે રાજકોટના બુટલેગરને પહોંચાડવાનું બહાર આવતા ક્રાઈમ બ્રાંચે વધુ બે શખસોને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.
જયારે પીસીબી ની ટીમે પરી ટ્રાવેલ્સ નામની બસમાં ઇંગ્લીશ દારૂૂની હેરફેરના નેટવર્કનો પર્દાફાશ કરી રૂૂ.3.29 લાખના વિદેશી દારૂૂની 1056 બોટલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.શહેરમાં 31 ડીસેમ્બર માટે મંગાવેલ રૂૂ.22 લાખનો દારૂૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ ચોટીલા બાજુથી આઇસરમાં વિદેશી દારૂૂનો જથ્થો આવતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચના એ.એસ.આઈ. અમીતકુમાર અગ્રાવત, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોરીચા અને વિશાલભાઈ દવેને મળી હતી જેના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની સુચનાથી પીએસઆઈ વી.ડી.ડોડીયા અને તેમની ટીમે સહિતના સ્ટાફે બેડી ચોકડી પાસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલા આઈસરને અટકાવી તપાસ કરી હતી. જેમાં પસ્તીની આડમાં છુપાવેલો રૂૂ.18.72 લાખની કિંમતનો 6 હજાર બોટલ વિદેશી દારૂૂનો જથ્થો મળી આવતા પોલીસે આઈસર ચાલક ધર્મેન્દ્ર ગોપલભાઈ ઠાકોર અને મોહન હરજી ભીલની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. પોલીસની પુછપરછમાં ખેડા જિલ્લાના નડિયાદમાં રહેતા ધર્મેન્દ્રને વિશાલસિંઘ રાજપુત નામનો શખસ ચોટીલા પાસે દારૂૂ ભરેલો આઈસર તેણે આપ્યું હતું અને આ દારૂૂ ભરેલો આઈસર રાજકોટના બુટલેગર કેતન રાઠોડને ડીલેવરી કરવાનું જણાવતા તે કેતન રાઠોડને આપવા માટે આવતા હતા અને પકડાયા હોવાનું રટણ કરતા પોલીસે તેણી પાસેથી વિદેશી દારૂૂ, આઇસર તેમજ મોબાઈલ સહિત 28 લાખની મતા કબજે કરી વિશાલસિંઘ અને રાજકોટના બુટલેગર કેતન રાઠોડને પકડી લેવા કાર્યવાહી કરી છે.
બીજા દરોડામાં પીસીબીના હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા અને વાલજીભાઇ જાડાને બાતમી મળી હતી કે, પરી ટ્રાવેલ્સ નામની બસમાં ઇંગ્લીશ દારૂૂની હેરફેર થઇ રહી છે જેના આધારે પીઆઈ એમ.આર.ગોંડલીયા અને એમ.જે.હુણની સુચનાથી બસ નંબર એમ.પી.09.એફ.એ.9995ને ગોંડલ ચોકડી પાસે જતા હાઇવે શિવ શકિત હોટલ પહેલા સર્વિસ રોડ ઉપરથી ઉભી રખાવી તલાશી લેતા રૂૂ.3.29 લાખની કીમતની 1056 નાની બોટલ વિદેશી દારૂૂ મળી આવ્યો હતો.પીસીબીની ટીમે મધ્યપ્રદેશના જાબુઆમાં હોળી ફળીયામાં રહેતા વિજય વિક્રમસિંહ હટીલા અને જુના માર્કેટીંગ યાર્ડ પાછળ મંછાનગર ખાડામાં ઠાકરધણી ડેરી વાળી શેરીમાં રહેતા મૂળ ભાવનગર વરતેજ ગામ ઘાંચી વાડના વતની ફીરોજ અહેમદભાઇ અગવાનની ધરપક કરી રૂૂ.18.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
