કચ્છ ભાજપ નેતા એક મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે, તેમનું કહેવું છે કે ભાગવત સપ્તાહ દરમિયાન સમાજનો જાણીતો ચહેરો અને ભાજપનો અગ્રણી એક યુવા નેતા તેમને અશ્ર્લીલ મેસેજ કરે છે અને સપ્તાહ દરમિયાન તેણે છેડતી કરી હોવાની વાત પણ સામે આવી છે.
કચ્છમાં ભાજપના યુવા નેતા સામે મહિલાએ ગંભીર ફરિયાદ કરી છે અને સમગ્ર મામલો કચ્છના કમલમ સુધી અને પોલીસ સુધી પહોંચ્યો છે. મહિલાનો આક્ષેપ છે કે, ભાગવત સપ્તાહ દરમિયાન અનેક વખત અશ્ર્લીલ મેસેજ કર્યા છે. અને પક્ષના હોદ્દેદારો સમક્ષ આ યુવા નેતા સામે કાર્યવાહીની માગ ઉઠી છે. હાલમાં તો ઘણી બધી મહિલાઓ ભેગી થઈ હતી અને કચ્છ કમલમાં રજૂઆત કરી હતી, રજૂઆત બાદ પક્ષ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
આ સમગ્ર ઘટનામાં જે બહેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તેમના આક્ષેપની સામે યુવા નેતાએ કોઈ સ્ષ્ટતા કરી નથી ના તો પક્ષ કે પોલીસનું કોઈ નિવેદન આવ્યું નથી, સૂત્રો તરફથી વાત કરીએ તો જે રીતે મહિલાનો આક્ષેપ છે. તેને ધ્યાને રાખીને પોલીસ પણ ફરિયાદ નોંધી શકે છે. મહિલાનો એવો પણ આક્ષેપ છે કે સપ્તાહ દરમિયાન તેમની છેડતી કરવામાં આવી છે, ત્યારે શું વાતમાં સત્યાતા છે કે નહી તે તો પોલીસ તપાસ કરશે તો જ સામે આવશે.
તો જે મહિલા આક્ષેપ કરી રહી છે તેમનું કહેવું છે કે, અન્ય મહિલાઓ અને યુવતીઓને પણ આ યુવાને મેસેજ કર્યા છે. 8 થી 10 તારીખ વચ્ચે અશ્ર્લીલ મેસેજ મોકલ્યા હતા અને યુવાને જાહેરમાં અશ્ર્લીલ હરકતો કરી હતી અને ફરાર થયો હતો.
