ગોંડલમા વ્હોરા કોટડા રોડ પર રહેતા યુવાને પોતાનાં ઘર નજીક આવેલા બગીચામા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમા વ્હોરા કોટડા રોડ પર મણીબેન કારા નગરમા રહેતા ભગીરથ કિશોરભાઇ મારુ નામનો 33 વર્ષનો યુવાન રાત્રીનાં સમયે પોતાનાં ઘર પાસે આવેલા બગીચામા હતો . ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમા વાકાનેરનાં ચંદ્રપુર ગામે રહેતા અનવર કાળુભાઇ શેખ નામનો 30 વર્ષનો યુવાન પોતાનાં ઘર પાસે હતો. ત્યારે ઇમરાન અને રહેમત સહીતનાં અજાણ્યા શખસોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો.
હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો ઉ5રોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
