જામજોધપુરનાં મોટાવડીયા ગામમા જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી છ શખસોની 31900 નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
વધુ વિગતો મુજબ જામજોધપુર પોલીસનાં પીઆઇ એ. એસ રબારીની રાહબરીમા એએસઆઇ લખમણભાઇ ચાવડા, સુરેશભાઇ પરમાર , અશોકભાઇ ગાગીયા, દીલીપસિંહ જાડેજા, કૃણાલભાઇ હાલા, સરમણભાઇ ગળચર અને અજયભાઇ ઓરી સહીતનાં સ્ટાફે બાતમી પરથી મોટાવડીયા ગામમા દરોડો પાડી જુગાર રમતા બાવનજી હીરા વાઘ, હમીર કાના કરંગીયા , મુળુ લખમણ ખવા, બાબુ ખાખા વાઘ, રાજશી ભીમા ડાંગર અને પ્રવીણ દેવશી વાઘને ઝડપી તેની પાસેથી 31900 નો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો.
