રાજકોટથી પરિવાર સાથે ચોટીલા સંબંધીના ઘરે ગયેલો પાંચ વર્ષનો માસુમ તાપણાની જાળે દાઝયો
ચોટીલામાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચોટીલામાં આવેલા બસ સ્ટેશન પાસે રહેતાં ઈમ્તીયાઝ કાસમભાઈ કુંઠા નામનો 20 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન બે ભાઈમાં મોટો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટમાં રૈયાધારમાં રહેતો પરિવાર ચોટીલામાં પોપટપરા વિસ્તારમાં રહેતો સંબંધીના ઘરે ગયો હતો ત્યારે રાજકોટનાં પરિવારને અંશ દેવજીભાઈ ચૌહાણ નામનો પાંચ વર્ષનો માસુમ બાળક તાપણું કરીને તાપ તો હતો તે દરમિયાન હાથના ભાગે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
