તળાજી નદી પરના રાજાશાહી પુલમાં તિરાડ, વાહન વ્યવહાર બંધ

નવા પુલના બાંધકામના કારણે જૂનો પુલ નબળો પડ્યો, અનેક વાહન ચાલકો પરેશાન તળાજી નદીપરનો એક સમયે તળાજા શહેર અને હાઇવે ને જોડતો રાજાશાહી વખતના આજેપણ…

નવા પુલના બાંધકામના કારણે જૂનો પુલ નબળો પડ્યો, અનેક વાહન ચાલકો પરેશાન

તળાજી નદીપરનો એક સમયે તળાજા શહેર અને હાઇવે ને જોડતો રાજાશાહી વખતના આજેપણ અડીખમ ગણાતા પુલ પરથી ચાલતા વાહન વ્યવહાર ને તાત્કાલિક બંધ કરવાની તંત્ર ને ફરજ પડી હતી.
તંત્ર તરફ થી અગાઉ કોઈજ જાહેર સૂચના આપ્યા વગરજ ઓન ધ સ્પોટ પુલ પરથી વાહનો ન ચાલે તે માટે પુલ પર ચડતા પહેલા નો રસ્તો જ ખોદી નાખવામાં આવતા તમામ વાહનોને દરબાર ગઢ,તલાજી નદીપર ના ભીડ ભંજન મહાદેવ મંદિર પાસે થી ચાલવા ની ફરજ પડી હતી.જેના પગલે નગર વાસીઓમાં પુલ તૂટ્યા ની વાતના ફોન રણકતા થયા હતા.

સ્થળપર ની મુલાકાત દરમિયાન વાસ્તવિકતા એ જોવા મળી હતીકે આ પુલ ની બાજુમાંજ નવો બીજો પુલ બનાવવા ની કાર્યવાહી ચાલુ હોય તેને લઈ જુના પુલ ને સ્પોર્ટ કરતી કુદરતી માટી ની ભેખડ ખોદી નાખવામાં આવતા વર્ષોજુનો રાજાશાહી વખત નો પુલ આગળના ભાગે થી નબળો પડ્યો હોય અને રોડપર તિરાડ જોવા મળતા તથા સમાન્ય મોટર સાયકલ ચાલે તો લેન્ડ સ્લાઈડિંગ જેવા દ્રશ્ય જોવા મળ્યા હતા.

સ્થળપર હાજર ઈજનેર એ જણાવ્યું હતુ કે આ દુર્ઘટના નથી. નવા પુલ ના નિર્માણ માટે ની કામગીરી ચાલુ હોય બાજુમાંજ પુલ બનાવવા નો હોય કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તેના અગમચેતી ના ભાગ રૂૂપે પુલ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

નવો પુલ અંદાજીત 9.40 કરોડ ના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે. આ પુલ બનવાના કારણે વારાહી મંદિર ની કેટલીક જગ્યા પર રસ્તો બનશે.હાલ જે દીવાલ છે તે નહિ રહે.પુલ બનતા આશરે આઠેક માસ થશે. ચોમાસા પહેલા મોટાભાગની કામગીરી થઈ જશે. હવે મહિનાઓ સુધી મોટા વાહનો ને મહુવા રોડપર થઈ ને આવવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *