લોધિકાના મેટોડામાં મિત્રોના ડખામાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર પાઈપ વડે હુમલો

લોધીકાના મેટોડામાં આવેલા અંજલીપાર્કમાં મિત્રોના ઝઘડામાં ગાળો બોલવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો…


લોધીકાના મેટોડામાં આવેલા અંજલીપાર્કમાં મિત્રોના ઝઘડામાં ગાળો બોલવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો હતો.


આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ મેટોડામાં આવેલા અંજલીપાર્કમાં રહેતા ધર્મેશ કિરીટભાઈ સંચાણિયા ઉ.વ.35 રાત્રીના મેટોડા ગેઈટ નંબર 1 પાસે હતો ત્યારે તેના મિત્ર ઈશ્ર્વર રાણિગા અને દેવાયત સાથે વિજય અને શૈલેષ ડાંગરે ઝઘડો કરી ગાળો ભાંડી હતી. જેથી ધર્મેશ સંચાણિયાએ ગાળો દેવાની ના પાડતા પાઈપ વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.


અન્ય બનાવમાં રાજકોટના બેડલા ગામે રહેતા કરણ જગદીશભાઈ જખાણીયા ઉ.વ.20 બપોરના 2 વાગ્યાના અરસામાં બેડલા ગામની સીમમાં હતો ત્યારે જયંતિ વીકુ, વીકુ નાથા અને મુના નાથાએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *