મહેસુલી કર્મચારીઓ માટે 396 નવા આવાસો બનાવવા આયોજન

માર્ગ અને મકાન વિભાગને દરખાસ્ત, 150 કરોડના ખર્ચનો અંદાજ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા જિલ્લામાં કામ કરતા કર્મચારીઓ માટે આવાસ બનાવવા માટેની દરખાસ્ત બિમાં…

માર્ગ અને મકાન વિભાગને દરખાસ્ત, 150 કરોડના ખર્ચનો અંદાજ

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા જિલ્લામાં કામ કરતા કર્મચારીઓ માટે આવાસ બનાવવા માટેની દરખાસ્ત બિમાં કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં આવેલી મામલતદાર કચેરીઓ, પ્રાંત કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ તેમજ મામલતદારો, પ્રાંત અધિકારીઓ માટે રહેવા માટે આવાસ બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે. પ્રાંત કક્ષાના 4 આવાસ, મામલતદાર કક્ષાના 13, નાયબ મામલતદાર કક્ષાના 176 તેમજ કલાર્ક કક્ષાના અને અન્ય કર્મચારીઓ માટે 203 જેટલા આવાસો બનાવવા માટેની આરએન્ડબીને ફાઇલ મોકલવામાં આવી છે અને ટુંક સમયમાં સર્વે કર્યા બાદ સમગ્ર રીપોર્ટ કલેકટરને સોંપશે.


કલેકટરના સુત્રોમાંથી મળતી માહીતી અનુસાર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કામ કરતા મામલતદાર, પ્રાંત સહીતના અધિકારીઓ દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી કે તાલુકા કક્ષાના વિસ્તારોમાં ભાડે મકાનોનથી મળતા તેમજ આવાસો છે તે જર્જરીત હાલતમાં થઇ ગયા હોવાના કારણે નવા આવાસો બનાવવાની જરૂૂર હોવાના કારણે કલેકટર દ્વારા નવા આવાસો માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, જસદણ, પડધરી સહીતના તાલુકાઓમાં નવા આવાસ બનાવવાની જરૂૂરત હોવાની દરખાસ્ત કરવામાં આવી છે. કલેકટરને રીપોર્ટ સોંપયા બાદ કલેકટર દ્વારા રાજય સરકારને રીપોર્ટ મોકલવામાં આવશે અને આવતા 2025ના બજેટમાં સમાવેશ થાય તે રીતે સમગ્ર રીપોર્ટ તૈયાર કરવામાં આવશે આ આવાસ યોજનાનો અંદાજીત ખર્ચ 150 કરોડથી વધુ થવા જાય છે.


ઉપલેટા ખાતે મામલતદાર કચેરી જર્જરીત થઈ ગઈ હતી જેમની દરખાસ્ત પણ કરવામાં આવી હતી. જે રાજય સરકાર દ્વારા થોડા સમય પહેલા મંજુર કરવામાં આવી છે અને ઉપલેટા ખાતે નવી મામલતદાર કચેરી બનાવવામાં આવશે. આ મામલતદાર કચેરીમાં વિવિધ ફેસેલીટી તેમજ વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે અંદાજીત ર કરોડના ખર્ચે આ નવી મામલતદાર કચેરીનુ નિર્માણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *