સર્વોદય સોસાયટીમાં દારૂના રૂપિયાની ઉઘરાણીમાં યુવાન ઉપર છરી વડે હુમલો

શહેરમાં થોરાળા વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં દારૂૂના બાકી રૂૂ.2100 ની ઉઘરાણી કરી યુવાન ઉપર એક શખ્સ છરી વડે તૂટી પડ્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…

શહેરમાં થોરાળા વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં દારૂૂના બાકી રૂૂ.2100 ની ઉઘરાણી કરી યુવાન ઉપર એક શખ્સ છરી વડે તૂટી પડ્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ થોરાળા વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા વિશાલ માવજીભાઈ પારઘી નામનો 37 વર્ષનો યુવાન રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે રોહિત નામના શખ્સે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર રોહિત કિશોરભાઈ પરમાર પાસેથી વિશાલ પારઘીએ ઉધારમાં દારૂૂ લીધો હતો જે ઉધાર દારૂૂના રૂૂ.2100 ની ઉઘરાણી કરી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શહેરની ભાગોળે આવેલા મેટોડા જીઆઇડીસીમાં રહેતી ચંદ્રિકાબેન પ્રમોદરામ જાદવ નામની 13 વર્ષની સગીરા સાથે કલ્પના દેવી સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો સગીરાને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *