મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સમરાંગણ

કોંગ્રેસે બિલ નામંજૂર કરાવી મહિલાઓને ઘોર અન્યાય કર્યાનો ભાજપનો આરોપ ભાજપ સરકારે મહિલા અનામત બિલ સાથે સિમાંકનની શરતો ઘુસાડી બિલ ગોટે ચડાવ્યું : કોંગ્રેસ સંસદમાં…

કોંગ્રેસે બિલ નામંજૂર કરાવી મહિલાઓને ઘોર અન્યાય કર્યાનો ભાજપનો આરોપ

ભાજપ સરકારે મહિલા અનામત બિલ સાથે સિમાંકનની શરતો ઘુસાડી બિલ ગોટે ચડાવ્યું : કોંગ્રેસ

સંસદમાં મહિલા અનામત બિલ નામંજુર થયા બાદ ભાજપ-કોંગ્રેસની લડાઈ હવે શેરીઓ સુધી પહોંચી છે અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મુદા જ બદલાઈ ગયા છે અને ભાજપ કોંગ્રેસ સ્થાનિક મુદાઓના બદલે મહિલા અનામતના મુદ્દે એકબીજા ઉપર દોષારોપણ કરી પ્રચાર કરી રહ્યાં છે. આ ઉપરાંત ભાજપ કોંગ્રેસનાં સ્થાનિક અને પ્રદેશ નેતાઓ પણ મોટા શહેરોમાં પત્રકાર પરિષદો યોજી એક બીજા ઉપર મહિલા અનામત બિલ મુદ્દે દોષારોપણ કરી રહ્યાં છે, સાથોસાથ જાહેરસભાઓમાં પણ મહિલા અનામતનો મુદ્દો જ છવાયેલો જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસે દેશની 70 કરોડ મહિલાઓનું કર્યું અપમાન, 17 એપ્રિલ દેશ માટે કાળો દિવસ : રિબાવા

રાજકોટ મહિલા અનામત બિલ પસાર ન થઈ શકવાના મુદ્દે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભારે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિપક્ષને જવાબદાર ગણાવતા રાષ્ટ્રજોગ સંબોધન બાદ, ગુજરાતમાં મહિલા સન્માન અને અધિકારોના મુદ્દે બંને પક્ષોની મહિલા નેતાઓ આમને-સામને આવી ગઈ છે. એક તરફ રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસના વિરોધને દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન ગણાવી બિલ અટકાવવા બદલ 17 એપ્રિલને ’કાળો દિવસ’ કહ્યો છે. તો બીજી તરફ, કોંગ્રેસના મહિલા આગેવાનો પ્રગતિ આહીર આક્ષેપક કરતા ભાજપ પર માત્ર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.અને દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ આપીને કોંગ્રેસે જ નારી શક્તિનું સાચું સન્માન કર્યું હોવાનો દાવો કર્યો છે.

ગભાજપ સરકારના રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન માટેનો અવસર હતો 17 એપ્રિલનો એ દિવસ ઇતિહાસમાં નારી શક્તિના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાયો હોત પરંતુ કોંગ્રેસ પક્ષે વિરોધ કરતા આ દિવસ નારી શક્તિ માટે કાળો દિવસ બની ગયો છે આ દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન છે.

રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, 17 એપ્રિલનો દિવસ મહિલાઓના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાઈ શક્યો હોત પરંતુ કોંગ્રેસે વિરોધ કરતા આ દિવસ મહિલાઓના સન્માન માટે કાળો દિવસ સાબિત થયો છે. સંસદમાં જે થયું એ માત્ર બિલની હાર ન હતી પરંતુ એ દેશની 70 કરોડ મહિલાઓ દીકરીઓએ જોયેલા સપનાઓ ઉપર કોંગ્રેસનો આઘાત જનક પ્રહાર હતો. દેશ આખાએ જોઈ લીધું કે ભાજપ સરકાર મહિલાઓ માટે અને કોંગ્રેસ સરકાર મહિલાઓના માર્ગમાં સતત અવરોધ બનીને આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ અને બાકીના વિપક્ષોએ વીલ પસાર ન થતા જે આનંદ વ્યક્ત કર્યો પાટલી થપથપાવી આ મહિલાઓનું અપમાન નથી તો શું છે.?

તેમને વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓના અધિકાર રોકવા એ કોંગ્રેસની જીત બની ગઈ છે. કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છડ, વિલંબ અને દગાનો રહ્યો છે. કોંગ્રેસે 60 વર્ષ સતામાં રહી માતૃ શક્તિનું અપમાન કરી વોટબેન્કની રાજનીતિ કરી છે. મહિલાઓના અધિકાર એ કોંગ્રેસ માટે માત્ર ભાષણનો વિષય રહ્યો છે નિર્ણયની બાબતમાં કોંગ્રેસ ક્યારે પણ મહિલા શક્તિને આગળ વધવા નથી દીધી. બિલ પાસ ન થવા દેવું એ કોંગ્રેસનું પૂર્વનિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ ઘઇઈ અને દલિત મહિલાઓના શશક્તિકરણ માટે કહી જ નથી કર્યું તેમના નામે હવે આ બિલને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મહિલા અનામત બિલને કોંગ્રેસનો બિનશરતી ટેકો પણ સરકારે સિમાંકનની શરતોમાં બિલ ગૂંચવ્યું
વસતી ગણતરી કે, સિમાંકનની રાહ જોયા વગર મહિલા અનામત લાગુ કરવા કોંગ્રેસની માંગણી

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધતા ડો. અમીબેન યાજ્ઞિક અને શ્રીમતી સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈને આધુનિક ભારતના નિર્માણ સુધી કોંગ્રેસ પક્ષ હંમેશા મહિલા સશક્તિકરણ માટે પાયાનો પથ્થર બની રહ્યો છે.

1925માં સરોજીની નાયડુને પ્રમુખ પદ આપીને મહિલા નેતૃત્વનો સ્વીકાર કરનાર કોંગ્રેસે આઝાદીના પ્રારંભિક કાળમાંજ વિશ્વના વિકસિત દેશો કરતા પણ વહેલા મહિલાઓને મતાધિકાર આપીને ઐતિહાસિક ક્રાંતિ કરી હતી. પંડિત જવાહરલાલ નહેરુની દીર્ઘદ્રષ્ટિથી શરૂૂ થયેલી આ યાત્રામાં શ્રીમતી ઇન્દિરા ગાંધીના રૂૂપમાં પ્રથમ મહિલા વડાપ્રધાન અને શ્રીમતી પ્રતિભા પાટીલના રૂૂપમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિની વરણી આપીને કોંગ્રેસે સાબિત કર્યું છે કે મહિલાઓ માટે સત્તાના દ્વાર ખોલવામાં પક્ષ ક્યારેય પાછળ રહ્યો નથી.

તેમણે સ્વ. શ્રી રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરતા ઉમેર્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપીને સત્તાના વિકેન્દ્રીકરણનો જે પાયો રાજીવ ગાંધીએ નાખ્યો હતો, તેના કારણે જ આજે લાખો બહેનો સરપંચથી લઈને જિલ્લા પંચાયત પ્રમુખ સુધીની જવાબદારીઓ નિભાવી રહી છે. ભારતીય સંસદમાં પુછાયેલા પ્રશ્નના હવાલાથી જાણ કરતા જણાવ્યું હતું કે રાજીવ ગાંધીની દીર્ઘ દ્રષ્ટિના કારણે અત્યાર સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 15 લાખથી વધારે મહિલાઓની સશક્ત રીતે સત્તામાં ભાગીદારી જોવા મળી છે. જોકે, આજની ભાજપ સરકાર માત્ર ’બેટી બચાવો’ અને ’મહિલા વંદન’ જેવા આકર્ષક નારાઓ આપીને વાસ્તવિકતામાં મહિલાઓની છેતરામણી કરી રહી છે. વર્ષ 2023માં પસાર થયેલ ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને કોંગ્રેસે બિનશરતી ટેકો આપ્યો હોવા છતાં, સરકારે તેને ‘સીમાંકન’ અને ‘વસ્તી ગણતરી’ જેવી અટપટી શરતોમાં ગૂંચવીને આગામી લોકસભા ચૂંટણીમાં તેનો અમલ ટાળ્યો છે. આ માત્ર મહિલાઓના અધિકાર પર તરાપ નથી, પરંતુ તેમની સાથે થયેલો રાજકીય અન્યાય છે. જો દાનત સાફ હોત, તો આ કાયદો તાત્કાલિક અસરથી અમલી બની શક્યો હોત.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં મહિલા અનામત કાયદાને સીમાંકન કે વસ્તી ગણતરીની રાહ જોયા વગર હાલની 543 બેઠકો પર આગામી લોકસભા ચૂંટણીથી જ લાગુ કરવામાં આવે. સામાજિક ન્યાયના સિદ્ધાંત મુજબ મહિલા અનામતમાં ઘઇઈ, જઈ અને જઝ વર્ગની બહેનો માટે તેમની વસ્તીના આધારે અલગ ’કોટા વિધિન કોટા’ની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવે.

ગેસ સિલિન્ડરના ભાવમાં 50% ઘટાડો કરીને ગૃહિણીઓને આર્થિક રાહત આપવામાં આવે અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવામાં આવે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની સંખ્યા વધારવામાં આવે અને દરેક પોલીસ સ્ટેશનમાં ’મહિલા હેલ્પ ડેસ્ક’ને વધુ સક્રિય અને જવાબદાર બનાવવામાં આવે. તેમજ બેરોજગાર શિક્ષિત મહિલાઓ અને સ્વસહાય જૂથો માટે વ્યાજમુક્ત લોન, કોન્ટ્રાકટ પદ્ધતિની નાબુદી અને કાયમી નોકરી, સીધી આર્થિક સહાયની યોજના તથા સત્વરે અમલમાં મૂકવામાં આવે. તેવી માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *