રૈયાધારમાં સાઇકલ અથડાવા મુદ્દે તરૂણ ઉપર હુમલો

શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતો તરૂણ નાની બહેનને સ્કૂલે લેવા જતો હતો ત્યારે સાયકલ અથડાવવા મુદ્દે અજાણ્યા શખ્સોએ ઈટ વડે માર માર્યો હતો. તરૂણીને ઈજા પહોંચતાં…

શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતો તરૂણ નાની બહેનને સ્કૂલે લેવા જતો હતો ત્યારે સાયકલ અથડાવવા મુદ્દે અજાણ્યા શખ્સોએ ઈટ વડે માર માર્યો હતો. તરૂણીને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા પાસે રહેતો અમીત લાલાભાઈ વઢીયાર (ઉ.14) પોતાની નાની બહેનને સ્કૂલે તેડવા જતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ મચ્છોમાના કવાર્ટર પાસે સાઈકલ અથડાવી હતી. જેથી તરૂણે જોઈને ચલાવવાનું કહેતાં અજાણ્યા શખ્સોએ ઈટ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

બીજા બનાવમાં કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે રહેતી કાળીબેન વિનોદભાઈ બુહા નામની 30 વર્ષની સગર્ભા વગડ ચોકડી પાસે બાંધકામ સાઈટ પર હતી ત્યારે ચણતર કામ કરતી વખતે દિવાલ દરાશાયી થતાં કાળીબેન બુહાને ઈજા પહોંચી હતી. સગર્ભાને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *