ગુરૂકૃપા સોસાયટીમાં સામુ જોવા મામલે યુવક પર હુમલો, વચ્ચે પડેલા પિતા-બહેનને પણ માર માર્યો

ભક્તિનગર વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ વનરાજસિંહ સરવૈયા(ઉ.વ.19)ને સામું જોવા મામલે સંજયભાઈ બોરીચા, દેવાયતભાઈ બોરીચા, મનુભાઈ બોરીચા, અજયભાઈ પટેલ, સંજય બોરીચાનો દીકરો અને સંજય…

ભક્તિનગર વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ વનરાજસિંહ સરવૈયા(ઉ.વ.19)ને સામું જોવા મામલે સંજયભાઈ બોરીચા, દેવાયતભાઈ બોરીચા, મનુભાઈ બોરીચા, અજયભાઈ પટેલ, સંજય બોરીચાનો દીકરો અને સંજય બોરીચાની દીકરીએ મારમારતા વચ્ચે બચાવવા પડેલા દિવ્યરાજસિંહના પિતા વનરાજસિંહ અને તેમના બહેન બંસીને પણ મારમાર્યો હતો.આ મામલે ભક્તિનગરમાં ફરિયાદ કરવામાં આવી છે.

દિવ્યરાજસિંહે ફરિયાદમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,ગઈ તા.25/09ના રોજ રાત્રીના હુ તથા મારી બહેન બંસીબા સરવૈયા એમ બન્ને બુલેટ લઈને મારા ઘરેથી બહાર જતા હતા અને હુ મારી બહેન ઘરની બહાર આવે તેની રાહ જોતો હતો ત્યારે અમારા ઘરની સામે રહેતા દેવાયતભાઈ બોરીચા અને સંજયભાઈ બોરીચા બન્ને જણાં મારી પાસે આવ્યા અને મને કહેલ કે કેમ સામુ જોવે છે તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા અને મારી સાથે ઝપાઝપી કરવા લાવ્યા હતા.

જે દરમ્યાન મનુભાઈ બોરીચા તેમના હાથમા ધોકો લઈને આવેલ અને ધોકા વડે માર મારવા લાગેલ જે દરમ્યાન અમારી સામે રહેતા અજયભાઈ પટેલ પણ એક લાકડાનો ધોકો લઈને આવ્યા હતા અને ધોકા વડે માર મારવા લાગેલ જે દરમ્યાન આ સંજય બોરીચાનો દિકરો,તેમની દિકરી બન્ને આવી ગયા અને તેઓ પણ મારી સાથે બોલાચાલી ઝધડો કરી ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર મારવા લાગેલ અને બાદમા આ દેવાયતભાઈ એક ધોકો લઈને મને માર મારવા લાગ્યા હતા.

અને મારા પિતા વનરાજસિંહ તેમજ બહેન બંશ્રીબા એમ બન્ને મને બચાવવા જતા તેમને પણ મારમાર્યો હતો.આ બનાવ દરમિયાન મોબાઈલમાં સ્ક્રીન તુટી ગયેલ અને બુલેટમાં હેડ લાઈટ પાસે નુકશાન કરેલ અને પિતાને લોહી નીકળતુ હોય જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.આ મામલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *