પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધું

શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે આવાસ કવાર્ટરમાં રહેતા યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવારમાં ખસેડાયો છે. પિતાએ કામ બાબતે ઠપકો આપતા…

શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે આવાસ કવાર્ટરમાં રહેતા યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવારમાં ખસેડાયો છે. પિતાએ કામ બાબતે ઠપકો આપતા આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યુ છે.

જાણવા મળતી વિગત મુજબ અવધના ઢાળ પાસે આવાસ કવાર્ટરમાં રહેતા સાગર રાજુભાઇ પારધી (ઉ.વ.18) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રથામિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં સાગર બે ભાઇ ચાર બહેનમાં નાનો અને તેના પિતા રીક્ષા ચાલક છે. પિતાએ કામ બાબતે ઠપકો આપતા લાગી આવવાથી તેઓ આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *