માણાવદરમાં દેશી બનાવટના બે તમંચા સાથે યુવકની ધરપકડ

માણાવદરના દેશી બનાવટના 2 તમંચા સાથે યુવકની મોડી રાત્રે એસઓજીએ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જૂનાગઢ એસઓજીના પીઆઈ જે. જે. પટેલનો સ્ટાફ મોડી રાત્રે…

માણાવદરના દેશી બનાવટના 2 તમંચા સાથે યુવકની મોડી રાત્રે એસઓજીએ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જૂનાગઢ એસઓજીના પીઆઈ જે. જે. પટેલનો સ્ટાફ મોડી રાત્રે ખાનગી વાહનથી જુનાગઢ જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન માણાવદર ખાતે પહોંચતા માણાવદરના રઘુવીરપરામાં રહેતો સાજીદ અલારખા પલેજા નામનો શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે રઘુવીરપરા તરફથી ખખાવી રોડ તરફ આવવાનો હોવાની બાતમી મળતા ટોર્ચ લાઈટના અંજવાળે વોચ ગોઠવી હતી.

દરમ્યાન બાતમી વાળો શખ્સ 24 વર્ષીય સાજીદ અલારખા પલેજા રઘુવીરપરા તરફથી ચાલતો આવતો જોવામાં આવતા તેને કોર્ડન કરી રોકાવ્યો હતો અને પૂછપરછમાં શખ્સે તેનું નામ સાજીદ ઉર્ફે દડી અલારખા પલેજા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગ ઝડતી કરતા તેના પેન્ટના નેફામાં આગળના ભાગે રાખેલ કાપડનું ચેઇનવાળું પર્સ બહાર કાઢી જોતા પર્સમાંથી 2 તમંચા મળી આવ્યા હતા.

આથી શખ્સને રૂૂપિયા 20,000ની કિંમતના દેશી હાથ બનાવટના 2 તમંચા સાથે માણાવદર પોલીસ સ્ટેશને લઈ ધરપકડ કરી તમંચા કબજે લીધા હતા. પૂછપરછમાં શખ્સે 4 મહિના પહેલા મધ્યપ્રદેશના રાજેશસિંગ ગંગાસિંગ રાજાવત પાસેથી વેચાતા લીધા હોવાનું જણાવતા તેની સામે પણ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *