પડધરીના આંબેડકરનગરમાં રહેતા યુવાનને તેનાજ ગામના માણસોએ અગાઉની ફરિયાદનો ખાર રાખી છરી અને ધોકા વડે માર મારતા સિવિલમાં ખસેડાયો છે. આ અંગે પડધરી પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આંબેડકરનગરમાં રહેતા સાગર વિનોદભાઇ ચાવડા (ઉ.વ.28) નામના યુવક પર તેમના જ ગામના મનસુખ સહિતના શખ્સોએ બેફામ મારમારતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. સાગરે જણાવ્યુ હતુ કે, તેમના વિરૂધ્ધ આરોપીએ ખોટો છેડતીનો કેસ કરાવ્યો હતો અને આ કેસમાં સાગર નિર્દોષ છૂટી જતા માતાજીના મઢે દર્શન કરવા ગયો હતો જેને કારણે આરોપીઓ ઉશ્કેરાયા હતા અને માર માર્યો હતો.
પડધરીમાં છેડતીના કેસમાં નિર્દોષ છૂટી જતા યુવાન પર ધોકા-છરીથી હુમલો
પડધરીના આંબેડકરનગરમાં રહેતા યુવાનને તેનાજ ગામના માણસોએ અગાઉની ફરિયાદનો ખાર રાખી છરી અને ધોકા વડે માર મારતા સિવિલમાં ખસેડાયો છે. આ અંગે પડધરી પોલીસે કાર્યવાહી…
