“તું મને બહુ ખટકેશ” તેમ કહી યુવાન ઉપર બૂટલેગરનો હુમલો

રાજકોટમાં વહેલી સવારે બનેલી ઘટના; ફોન કરીને બોલાવ્યા બાદ હુમલો કર્યાનો આક્ષેપ રાજકોટમા કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઇ હોય તેમ અવાર નવાર નજીવા પ્રશ્ર્ને…

રાજકોટમાં વહેલી સવારે બનેલી ઘટના; ફોન કરીને બોલાવ્યા બાદ હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટમા કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઇ હોય તેમ અવાર નવાર નજીવા પ્રશ્ર્ને મારામારી થતી હોવાની ઘટનાઓ પ્રકાશમા આવી છે ત્યારે વધુ એક બનાવમા બુટલેગર સહીત બે શખસોએ યુવકને ફોન કરીને બોલાવ્યા બાદ તુ મને બહુ ખટકેશ તેમ કહી છરીનાં 7 ઘા ઝીકી દીધા હતા. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા કાલાવાડ રોડ ઉપર એજી ચોક પાછળ આવેલી કેવલમ આવાસ યોજનાનાં કવાટરમા રહેતા રાજ દલસુખભાઇ વાઘેલા નામનો ર6 વર્ષનો યુવાન વહેલી સવારે સાડા પાચ વાગ્યે ભીમનગર ચોક પાસે હતો ત્યારે લાલો ટોપી મહીડા અને એક અજાણ્યા શખ્સે ઝઘડો કરી વાસાનાં અને સાથળનાં ભાગે છરીનાં ઘા ઝીકી દીધા હતા. હુમલામા ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.

પ્રાથમીક પુછપરછમા રાજ વાઘેલા ડેકોરેશનનુ કામ કરે છે. અને પોતાનાં ઘરે હતો ત્યારે હુમલાખોર શખ્સે ફોન કરીને ભીમનગર ચોકમા બોલાવ્યા બાદ તુ મને ખટકે છે તેમ કહી છરીનાં 7 ઘા ઝીકી દીધા હતા. અને હુમલાખોર શખ્સો નાસી છુટયા હતા . હુમલાખોર શખ્સ બુટલેગર હોવાનુ અને અગાઉ તડીપાર થયો હોવાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *