રાજકુમાર મૃત્યુ કેસમાં ગોંડલ ગણેશને ક્લિનચીટ, મારામારીનો ગુનો

અકસ્માતની ઘટના પુરવાર થતી હોવાની સરકારી વકીલની દલીલ, જયરાજસિંહ-ગણેશ સહિત 11 સામે એન.સી. ગુનો ચકચારી કેસમાં નાર્કોટેસ્ટનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ, ફરિયાદી પક્ષે પણ ઉઠાવ્યા અનેક…

અકસ્માતની ઘટના પુરવાર થતી હોવાની સરકારી વકીલની દલીલ, જયરાજસિંહ-ગણેશ સહિત 11 સામે એન.સી. ગુનો

ચકચારી કેસમાં નાર્કોટેસ્ટનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ, ફરિયાદી પક્ષે પણ ઉઠાવ્યા અનેક સવાલ

ગોંડલમા ભારે ચકચારી બનેલા રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમા ગણેશ ગોંડલનાં લેવોલ નાર્કો ટેસ્ટનો રિપોર્ટ આજે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા હાઇકોર્ટ સમક્ષ રજુ કરવામા આવતા સરકાર તથા ફરિયાદી રતનલાલ જાટના વકીલો વચ્ચે તર્કસંગત દલીલો થઇ હતી જેમા ત્રણ થિયેરી ઉપર થયેલી તપાસની વિગતો રજુ કરવા સાથે બન્ને પક્ષનાં વકીલોએ દલીલો કરતા હાઇકોર્ટે તા. 15 મીએ વધુ સુનાવણી મુકરર કરી હતી.
ગત તા. 11 ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થયા બાદ હાઇકોર્ટમા રજુ થેલા રિપોર્ટ મુજબ સરકાર દ્વારા તપાસની ત્રણ થિયેરી રજુ કરાઇ હતી જે મુજબ રાજકુમાર જાટનાં મિસિંગ, તેની ઉપર હુમલો તથા અકસ્માતમા શંકાસ્પદ મોતનો સમાવેશ થાય છે.

સરકારી વકિલે કોર્ટને જણાવ્યુ હતુ કે , બનાવની રાત્રે 11 વાગ્યે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાના બંગલામા મારામારીની ઘટના બની હતી તેમા પોલીસને પુરાવા મળતા ઘટના સમયે હાજર જયરાજસિંહ જાડેજા તથા તેના પુત્ર સહિત 11 સામે એન. સી. ગુનો દાખલ કરવામા આવશે.

જયારે રાજકુમાર જાટનાં શંકાસ્પદ મોતની ઘટના અકસ્માતની હોવાનું તપાસમા બહાર આવ્યાનું જણાવાયુ છે . સરકારી વકીલે જણાવ્યુ હતુ કે, રાજકુમાર જાટનાં મૃત્યુની તપાસમા અકસ્માતમા તેનું મોત થયાનું પુરવાર થાય છે.

આ સિવાય નાર્કો ટેસ્ટમા 31માં સવાલ પુછવામાં આવ્યા હતાં. જેના ગણેશ ગોંડલે આપેલા જવાબો પણ રજૂ કરાયા હતાં. આજે સુરેન્દ્રનગર પોલીસે કરેલ તપાસ રીપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો હતો. જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે SP અને અન્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટેકનિકલ વસ્તુઓ ઉપર તપાસ કરાઈ છે. જેમાં CDR અને નાર્કો એનાલિસિસ, સાહેદોના નિવેદન વગેરેનો સમાવેશ થાય છે. નાર્કો એનાલિસિસ ટેસ્ટનો રીપોર્ટ ફરિયાદીના સમર્થનમાં નથી. નવી ટીમે તપાસ પૂર્ણ કરી દીધી છે. યોગ્ય કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરાશે એટલે કે ટ્રાયલ કોર્ટ સમક્ષ રીપોર્ટ ફાઇલ કરવામાં આવશે.

અરજદારના વકીલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ફેર તપાસના રિપોર્ટ માંગ્યા હતા. સરકારી વકીલે જણાવ્યું હતું કે ચાર્જશીટ અને રિપોર્ટ ટ્રાયલ કોર્ટ સમક્ષ ફાઇલ કરવાના છે. આ અકસ્માતનો કેસ છે, ચાર્જશીટ સાથે બધું ફાઇલ કરવામાં આવશે. મૃતકના પિતાને તમામ કાગળિયા અપાશે. તપાસના રેકર્ડના કાગળિયા વધારે હોવાથી અત્યારે કોર્ટ સમક્ષ મૂકી શકાયા નથી.

11 ઇસમોના નામ જાણવાજોગ ગોંડલ પોલીસ મથકે નોંધાયેલ અરજીમાં સામે આવ્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય સાથે મારામારીની વાત છે. ગણેશ ગોંડલ નાર્કો ટેસ્ટમાં 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કોઈને માર માર્યો હોવાનું કે કાવતરું કર્યું હોવાનો તેને ટેસ્ટમાં ઇનકાર કર્યો છે. ગુમ થયાની અને અકસ્માતની ચાર્જશીટ ટ્રાયલ કોર્ટમાં ફાઇલ કરાશે. ફરિયાદીને રિપોર્ટ આપવામાં અપાશે.

અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મૃતકના ગુદામાં અકસ્માતમાં ઇજા કેવી રીતે થાય ? તે 52 કિલોમીટર કેવી રીતે ચાલે ? સરકારી વકીલે જણાવ્યું હતું કે તે 22 CCTV ફૂટેજમાં એકલો દેખાય છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે તો તે કેવી રીતે CCTV માં તે અમુકમાં કપડાં પહેરેલ અને અમુકમાં નગ્ન દેખાય છે ? સરકારી વકીલે કહ્યું હતું કે તેને કપડા કોને આપ્યા તેની પણ તપાસ થશે.

અરજદારના વકીલે નાર્કો એનાલિસીસ ટેસ્ટ ઉપર પ્રશ્નો સર્જ્યા કે સામે ચાલીને આરોપી કેમ ટેસ્ટ માટે તૈયાર થયા ? આરોપીને લિમિટેડ પ્રશ્નો પૂછાયા હતા. આઠ દિવસ બાદ મૃતકની બોડી કેવી રીતે મળી ?કેટલીય ખૂટતી કડીઓના જવાબ મેળવવાના બાકી છે. આ અંગે અરજદાર રિપોર્ટ મેળવીને તેનો અભ્યાસ કરશે. આ કેસમાં વધુ સુનવણી 15 જાન્યુઆરીએ રાખવામાં આવી છે.

ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ ખકઅ જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો.
આ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. જેને પગલે હવે ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ શરૂૂ કરવામાં આવ્યો. આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL) ખાતે લાવીને 9 ડિસેમ્બરથી તેની મેડિકલ પ્રોસેસ શરૂૂ થઈ અને આજે 11 ડિસેમેબરના નાર્કો ટેસ્ટ પૂર્ણ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *