મનોજ સોરઠિયા, પ્રવિણ રામની આગેવાનીમાં યાત્રા વિવિધ વિધાનસભા વિસ્તારમાં ફરશે
આપ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ખેડૂતોના મુદ્દે આપની પરિવર્તન લાવો અને ખેડૂત બચાવો યાત્રાનો પ્રારંભ આપ નેતા પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી એ પ્રસ્થાન કરાવ્યું. સોમનાથ મહાદેવના દર્શન પૂજન અને ધજારોહણ કર્યા બાદ ઈશુદાન ગઢવી એ જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષ દ્વારા ખેડૂત ઉપર લાઠીચાર્જ અને અમારા આગેવાનોને જેલમાં પણ નાખવામાં આવ્યા પરંતુ ખેડૂતોના પ્રશ્નોનો નીકારણ કરવામાં આવ્યું નથી તેથી આજથી શરૂૂ થયેલી યાત્રા દરરોજ બે થી ત્રણ વિધાનસભા ક્ષેત્રમાં અમારા સંગઠન મંત્રી મનોજ સોરઠીયા તથા પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામની આગેવાનીમાં ફરશે અને દરેક સ્થળે ખેડૂતોના પ્રશ્નો જેવા કે યોગ્ય ભાવ ના મળવા હાઈ ટેન્શન વીજ વાયર માટે અત્યાચાર બિયારણ ખાતર નથી મળતું તેમજ પાક વીમો નથી મળતો જેવા ખેડૂતના પ્રશ્નોની જાણકારી મેળવશે અને આ યાત્રા સાત માર્ચ ગાંધીનગર પહોંચશે જ્યાં આમ પાર્ટીના અગ્રણી અરવિંદ કેજરીવાલ ની ઉપસ્થિતમાં વિરાટ કિસાન સંમેલન મળશે સોમનાથ કોરિડોર અંગે પૂછાયેલા પ્રશ્નો જવાબ આપતા તેમણે જણાવ્યું કે કોરિડોર મામલે પ્રજા અને આગેવાનોને વિશ્વાસમાં લઈ ન્યાય આપવો જોઈએ અને જે મકાનો ખાલી કરવા અંગેની જોગવાઈ છે તેમાં ભાડુઆતના હિતનો પણ વિચારણા કરવી જોઈએ
