જૂની ફરિયાદનું મનદુ:ખ રાખી માર માર્યો
ચોટીલાના મફતીયાપરામાં રહેતો આધેડ ગઇકાલે બાખરથડી ગામે માતાજીના નિવેદ કરવા ગયો હતો ત્યારે ત્યાન જુની ફરીયાદનું મનદુ:ખ રાખી નાનાભાઇએ પાઇપ વડે માર મારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડસવામાં આવ્યો હતો. આ મામલે જોરાવરનગર પોલીસે કાર્યવાહી કરી હતી.
બનાવની વધુ વિગતો અનુસાર, ચોટીલાના મફતીયાપરામાં રહેતા રમેશ વાલજીભાઇ ચાવડા (ઉ.વ.48) નામનો આધેડ ગઇકાલે બાખરવડી ગામે માતાજીના નિવેદમાં હતો ત્યારે તેમના નાના ભાઇ વિજય ચાવડાએ અગાઉની જુની ફરીયાદનો ખાર રાખી પાઇપ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ઘવાયેલા રમેશને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે. આ મામલે જોરાવરનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
