લાપાસરી રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા વૃધ્ધનું મોત
દારૂૂના દુષણે અનેક પરિવારોના માળા પિંખ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં પાણીના ટાંકા પાસે રહેતો યુવાન દારૂૂના નશામાં પહેલા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલા સંતોષીનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા જીતુ સાઇફલાલ હરજન નામનો 26 વર્ષનો યુવાન સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે પહેલા માળેથી અકસ્માતે નીચે પટકાયો હતો.
યુવકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નિપજતા શ્રમિક પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક જીતુ હરજન મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને બે ભાઈમાં મોટો હતો. જીતુ હરીજન કલર કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો અને દારૂૂના નશામાં પહેલા માળેથી નીચે પટકાતા મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
