હરિદ્વાર યાત્રાએ જતાં યુવાનનો ગાંધીનગર રેલવે સ્ટેશને હાથ કપાયો

જામનગર ના એક આશાસ્દ ભાનુશાળી યુવાન ને ગઈકાલે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં સામાન મુકવા જતાં અકસ્માત નડ્યો હતો. પોતે ટ્રેન હેઠળ નીચે પડી જવાથી…

જામનગર ના એક આશાસ્દ ભાનુશાળી યુવાન ને ગઈકાલે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં સામાન મુકવા જતાં અકસ્માત નડ્યો હતો. પોતે ટ્રેન હેઠળ નીચે પડી જવાથી ટ્રેનના વ્હીલ નીચે હાથ કપાયો હતો, અને ભારે ભીહામણાં દ્રશ્યો સર્જાયા હતા. જેને જામનગરની જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રહેતો અમિત રાજુભાઈ જોઈશર નામનો 38 વર્ષનો ભાનુશાળી યુવાન કે જેના કાકાજી સસરા એ હરિદ્વારમાં ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હોવાથી તેમાં હાજરી આપવા માટે પોતાના માતાને ટ્રેન મારફતે પહોંચાડવા માટે જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર ગયો હતો. જ્યાં ટ્રેનમાં સામાન મુકતી વખતે એકાએક નીચે પડી ગયો હતો, અને ટ્રેન ચાલુ થઈ જતાં તેનો એક હાથ ટ્રેનના વ્હીલ નીચે કપાઈ ગયો હતો, અને બિહામણાં દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવાને ભારે બુમાબુમ કરી મૂકી હતી.આ ઘટના બાદ ટ્રેનને થંભાવી દેવાની માં આવી હતી, અને સમગ્ર પરિવાર તેમજ તંત્રએ એકત્ર થઈને ઈજાગ્રસ્ત યુવાનને સૌપ્રથમ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવાયો છે, અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે. આ બનાવને લઈને ઇજાગ્રસ્ત યુવાનના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *