દારૂની કૂટેવ ધરાવતાં યુવાનનું બેભાન હાલતમાં મોત

શહેરનાં ભાવનગર રોડ પર પાંજરાપોળ વિસ્તારમાં રહેતાં અને દારૂની કુટેવ ધરાવતાં યુવાનનું બેભાન થઈ જતાં મોત નિપજ્યું છે. જાણવા મળતી વિગત મુજબ પાંજરાપોળ શેરી નં.6માં…

શહેરનાં ભાવનગર રોડ પર પાંજરાપોળ વિસ્તારમાં રહેતાં અને દારૂની કુટેવ ધરાવતાં યુવાનનું બેભાન થઈ જતાં મોત નિપજ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ પાંજરાપોળ શેરી નં.6માં સરકારી સ્કૂલ પાસે રહેતો નયન ભરતભાઈ રીબડીયા (ઉ.32) નામનો યુવાન આજે સવારે પોતાના ઘરે બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું છે. મૃતકને દારૂ પીવાની કુટેવ હોય એક મહિનાથી બિમાર હતો અને બિમારી સબબ તેનું મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *