કાર એસેસરીઝના ધંધાર્થી સાથે 32 લાખની ઠગાઈ કરનાર 4 આરોપીના આગોતરા મંજૂર

લોભામણી સ્કીમોમાં રોકાણ કરાવી આપેલી ખાતરી મુજબ વળતર નહીં આપી કાર એસેસરીઝ ધંધાર્થી સાથે 32 લાખની છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદમાં ડીઝલ ઓટો કોર્પોરેશન વાળા ચાર આરોપીઓએ…

લોભામણી સ્કીમોમાં રોકાણ કરાવી આપેલી ખાતરી મુજબ વળતર નહીં આપી કાર એસેસરીઝ ધંધાર્થી સાથે 32 લાખની છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદમાં ડીઝલ ઓટો કોર્પોરેશન વાળા ચાર આરોપીઓએ કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ, રાજકોટ શહેરમાં ટાગોર રોડ ઉપર પુનીત કાર એસેસરીઝના નામે ઓટો મોબાઈલનું કામ કરતા અને પુનીત ટ્રેડલિંકના નામે પેઢી ધરાવતા નિમેષ જગજીવન રૂૂઘાણીએ રૂૂા. 32 લાખના ગુન્હાહીત વિશ્વાસઘાતની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમને આરોપીઓ ડીઝલ ઓટો કોર્પોરેશનવાળા મહેન્દ્રભાઈ વૃંદાવનદાસ મહેતા, હિતેષ મહેન્દ્રભાઈ મહેતા, નમન હીતેષભાઈ મહેતા, કલ્પક (ચંપક) હસમુખભાઈ દોશી વગેરેએ પોતાના અંગત મિત્રો તથા સંબંધીઓ માટે સારા વળતર અંગેની સ્કીમો તૈયાર કરેલ છે અને તેમાં રોકાણ કરવાથી 10 થી 13 મહીનામાં સારૂૂ વળતર મળશે તેમ ફરીયાદીને વિશ્વાસમાં લઈ લોભામણી સ્કીમો આપી ફરીયાદીએ અલગ અલગ બે સ્કીમોમાં કુલ રૂૂા. 3ર લાખનું રોકડેથી રોકાણ કરાવી ફરીયાદીને ચેકથી ત્રણ હપ્તે કુલ રૂૂા.3.50 લાખ પરત આપી વિશ્વાસ કેળવી બાકી રહેતા રૂૂા.28.50 લાખ આરોપીએ મેળવી લઈ ફરીયાદીને મુળ રકમ તથા વળતર પરત નહી કરી ફરીયાદીને વિશ્વાસમાં લઈ ગુન્હાહીત વિશ્વાસઘાત કરી આર્થિક નુકશાન પહોંચાડી એકબીજાને મદદગારી કરી ગુન્હો આચર્યાનુ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેથી ચારે આરોપીઓએ સંભવીત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અલગ અલગ બે જામીન અરજીઓ કરી હતી. અરજીમાં બચાવમાં જણાવ્યું હતું કે ફરીયાદપક્ષ ચોખ્ખા હાથે આવેલ નથી, ફરીયાદી તથા અન્ય ઇન્વેસ્ટરો જે રકમ આપ્યાની વાત કરે છે તે બે નંબરના રોકડ વ્યવહારો છે, કોઈ પાસે પુરાવા નથી, આરોપીઓને દબાવી લખાણો લખાવી લઈ સહી કરાવેલા કોરા ચેકો પડાવી લીધેલ હોય, ટુંકો રસ્તો અપનાવવા વેપારી વ્યવહારને ફોજદારીમાં ક્ધવર્ટ કરેલ હોય વિગેરે લંબાણપુર્વકની દલીલો કરી હતી.

તમામ પક્ષેની રજુઆતો, રેકર્ડ પરનો પુરાવો, ઈન્વેસ્ટીગેશનના કાગળો તથા અરજદારો સામેના તપાસના કાગળોમાં રહેલો રોલ લક્ષે લેતા અને અરજદારોના વકીલની રજુઆતમાં તથ્ય જણાતા આરોપીઓના કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની આવશ્યકતા જણાતી નથી તેમ ઠરાવી સેશન્સ કોર્ટે ચારે આરોપીઓની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે. આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, જસ્મીન દુધાગરા, ભાવીન ખુંટ, જય પીઠવા, સાહીલ કંટારીયા, મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *