શહેરના કેવડાવાડી મેઇન રોડ પર કાપડનો ઓર્ડર લઇને જઇ રહેલા મુસ્લીમ યુવાન પર તેમના કૌટુબીક 3 શખ્સોએ યુવાન તબલીગી જમાતનો ધર્મ પાળતો હોવાની શંકાએ છરી વડે હુમલો કરતા ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામા આવ્યો છે.
વધુ વિગતો મુજબ શહેરના ભગવતીપરા મેઇન રોડ નંદનવન સોસાયટી શેરી નં ર હુશેની ચોક પાસે રહેતા ફુરકાન હુશેનભાઇ તાઇ (ઉ.વ. 30) નામના યુવાને પોલીસ ફરીયાદમા તેમના કૌટુબીક મોહંમદ અબ્દુલ તાઇ, મોઇન યાસીન તાઇ અને યુનુશ ઇકબાલ તાઇનુ નામ આપવા તેમના વિરૂધ્ધ મારામારી અને ધમકી આપ્યાની ફરીયાદ નોંધવામા આવી છે આ ઘટનામા ફુરકાને ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે અલગ અલગ દુકાનોમા જઇ રેડીમેડ કપડાના વેપારીઓ પાસેથી ઓર્ડર મેળવી કમીશન પર કામ કરે છે.
ગઇકાલ સવારે પોતાના ઘરેથી બાઇક લઇને જુદી જુદી જગ્યાએ દુકાનમા વેપારીઓને ત્યા જઇ કપડાના ઓર્ડર લીધા હતા અને બાદમા ગુંદાવાડી બજારમા વેપારીને ત્યાથી કપડાના ઓર્ડર કેવડાવાડી મેઇન રોડ થઇ સોરઠીયાવાડી સર્કલ બાજુ જતો હતો ત્યારે સપના કોલ્ડ્રીંકસ નામની દુકાને પહોંચતા પાછળથી આવેલા બે શખ્સોએ જે કૌટુબીક સગાઓ થાય તેમનુ નામ મોહંમદ અબ્દુલભાઇ અને મોઇન યાસીનભાઇએ છરીનો ઘા કરતા તેમને બાવડા ઉપર લાગી હતી જેથી ફુરકાનભાઇ બાઇક પરથી નીચે પડી ગયા હતા અને ભાગીને દોડવા જતા યુનુસ તેનુ બુલેટ લઇને આવ્યો અને ફુરકાનને પકડી લીધો હતો. ત્યારબાદ મોહંમદે બીજો ઘા મારતા ડાબા હાથે કલાઇ પર છરી લાગી ગઇ હતી તેમજ આરોપીએ ધમકી આપી કે તુ અહી રાજકોટમા કેમ આવ્યો છો અને ત્યારબાદ છેલ્લે જતા જતા આરોપીઓએ આજે તો તુ બચી ગયો છો.
હવે પછી જીવતો નહી રહે. જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતા રહયા હતા. આરોપીઓ દ્વારા હુમલો કરવાનુ કારણ ફુરકાનભાઇ સુન્ની મુસ્લીમ ધર્મ પાળતા હોય અને આરોપીઓને તેવી શંકા હતી કે ફુરકાનભાઇ તબલીગી જમાતનો ધર્મ પાળે છે જેથી તેઓએ આ હુમલો કર્યો હોવાનો ફરીયાદમા આક્ષેપ કરાયો છે.
