પ્રભાસ પાટણમાં બાઈક ચલાવવા બાબતે યુવક પર છરી વડે જીવલેણ હુમલો

બોલાચાલી બાદ મામલો બિચક્યો: ગંભીર હાલતમાં યુવકને જૂનાગઢ રિફર કરાયો પ્રભાસપાટણ સાઈન કોલોનીમાં રહેતા તોસિફ આમદ ગાધ તેના મામા ના પુત્ર સોયબ સલીમ સોઢા સાથે…

બોલાચાલી બાદ મામલો બિચક્યો: ગંભીર હાલતમાં યુવકને જૂનાગઢ રિફર કરાયો

પ્રભાસપાટણ સાઈન કોલોનીમાં રહેતા તોસિફ આમદ ગાધ તેના મામા ના પુત્ર સોયબ સલીમ સોઢા સાથે શિવ ચોકી થી આગળ ના રોડ પર જતા હતા ત્યારે બાઇક ચાલક અલ્તાફ ઉર્ફે કલકલિયો સાથે બોલાચાલી થયેલ જે બાબતનું મનદુ:ખ રાખી તેને તોસિફ સાથે જાફર મુ ઝાફર દરગાહ પાસે બોલાચાલી તથા ઝપાઝપી કરેલ અને બાદમાં ઘર પાસે આવી છરી વડે હુમલો કરી તોસિફ ને ડાબા સાથળના ભાગે તથા ગુપ્તાંગના ભાગે છરીનો ધા મારી ઇજા કરેલ અને આ ઇજા થવાથી ગુપ્તાંગના ભાગે થી 7 ટાંકા આવેલ છે, અને ડાબા સાથળના ભાગે વધુ ઇજા થવાથી ત્યાં ઓપરેશન આવેલ છે. જેથી આ અ લ્તાફ ઉર્ફે કલકલીયો રહે. પ્ર.પાટણ વાળા સામે ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમને છરી વડે હુમલો થતાં સારવાર અર્થે પ્રભાસપાટણ સરકારી હોસ્પિટલ મા લાવેલ અને ત્યાં રાત્રી ના સમયે લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા અને અને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે આગળ લઈ ગયેલ અને સારવાર કરવામાં આવેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *