સામા પક્ષે બે લોકોને ઈજા થયાની વળતી ફરિયાદ
જૂની અદાવતનો ખાર રાખી પાચ શખ્સોએ છરીના ઘા ઝીંકી દીધા: ‘જીવતો રહી ગયો તો જાનથી મારી નાખશું’ કહી ધમકી આપી
શહેરના રેસકોર્સ રીંગ રોડ પર મોડી રાત્રે જૂના મોરબી રોડ પર રહેતા યુવાનને આંતરી પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો બે વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી આરોપીઓ છરી અને કાચની બોટલો વડેતુટી પડ્યા હતાં અને જીવતો રહી ગયો તો જાનથી મારી નાંખીશું તેવીધમકી આપી હતી ઈજાગ્રસ્ત ુવાનને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. જ્યારે સામાપક્ષે પણ બે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જૂના મોરબી રોડ પર સીટી સ્ટેશનની સામે રહેતો હુસેન ઉર્ફે આયર્ન રફીકભાઈ બાવનકા (ઉ.વ.21) નામના યુવાની ફરિયાદ પરથી પ્રનગર પોલીસે અફતાબ ઉર્ફે બોદુ દિલાવરભાઈ ઠેબા, સબીર ઉર્ફે સબલો, માહીદ સાહ અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે ફરિયાદી તેના મિત્ર ઈરફાન ઉર્ફે રેહાન સાથે બાઈક લઈ કાલાવડ રોડ પર ચા પીવા જતાં હતાં ત્યારે રેસકોર્સ રીંગ રોડ પર પહોંચતા બે સ્કૂટર પર આવેલા આરોપીઓએ બાઈકને આંતરી આફતાબ ઉર્ફે બોદુએ ‘અગાઉ મને મારેલો હવે હું તને જાનથી મારી નાખીશ કહી આરોપીઓએ છરી વડે હુમલો કરી છાતી, વાસા, પીઠમાં અને પુઠના ભાગે ઘા ઝીંકી દીધા હતા તથાં કાચની બોટલ માથામાં ઝીકી દઈ ‘જો જીવતો રહી ગયો તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી ભાગી ગયા હતાં.
જેથી ગંભીર હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં બે વર્ષ પહેલા ફરિયાદીને આફતાબ સાથે માથાકુટ થઈ હોય જેનો ખાર રાખી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે સામા પક્ષે આફતાબ દિલાવરભાઈ ઠેબા (ઉ.વ.21) રે ઉધમસિંહ ટાઉનશીપ, કુવાડવા રોડ) અને માહીદ અનવરભાઈ જુણેજા (ઉ.વ. 20 રે ભગવતીપરા) આર્યન અને તેની સાથેના બે શખ્સોએ છરી વડે માર માર્યાના આક્ષેપ સાથે દાખલ થયા હતાં આ અંગે પોલીસે આફતાબ ઠેબાની ફરિયાદ પરથી હુસેન ઉર્ફે અયાન બાવનકા અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે સામસામી ફરિયાદ નોંધી પીઆઈ વી.આર. વસાવાએ તપાસ હાથ ધરી છે.