કોઠારિયા ગામનો બનાવ, ઝેરી પાવડર પી 36 દિવસની સારવાર બાદ દમ તોડ્યો
શહેરના કોઠારીયા ગામ પાસે આવેલ સોસાયટીમાં રહેતા યુવકે એક માસ પૂર્વે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયો હતો.જયાં 36 દિવસની સારવાર દરમ્યાન યુવકે ગઈકાલે દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવના પગલે આજીડેમ પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. વધુ વિગતો મુજબ,કોઠારીયા ગામની સામે ડાયમંડ પાર્ટી પ્લોટ સુંદરમ પાર્ક સોસાયટી શેરી નં 2 બ્લોક નં 72માં રહેતા દિવ્યેશભાઈ વિનોદભાઈ પાનસુરીયા ઉ.21 નામના યુવકે ગત.તા.3/8ના પોતાના ઘરે ઝેરી પાવડર પી જતા તાકિદે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયાં પ્રાથમિક સારવાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો.
જયાં 36 દિવસની સારવાર બાદ યુવકે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા હોસ્પિટલના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા હેડ કોન્સટેબલ એચ.જે.ચૌહાણ સહિતનો સ્ટાફ દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી કરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈમાં નાનો હતો. મૃતક યુવકને આર્મીમાં જવા માટેની સફળતા ન મળતાં પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
