હિમાલયા સોસાયટીનો બનાવ, ભાઇ નોકરીએથી ઘરે આવ્યો હતો ત્યારે બહેન લટકતી હતી
શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર ઉમીયા ચોકથી બાપા સિતારામ ચોક વચ્ચે આવેલી હિમાલયા સોસાયટીમા રહેતી યુવતીએ પોતાનાં ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા શોક છવાઇ ગયો છે . યુવતીનાં પિતાનુ અવસાન થયા બાદ યુવતી છેલ્લા ઘણા સમયથી ગુમસુમ રહેતી હોવાનુ પરીવારજનોમાથી જાણવા મળી રહયુ છે. વધુ વિગતો મુજબ હિમાલયા સોસાયટીમા રહેતી ખુશી વિજયભાઇ મકવાણા નામની રર વર્ષની યુવતીએ ગઇકાલે સાંજનાં સમયે ઘરે એકલી હતી . ત્યારે ગળેફાંસો ખાઇ લેતા તેમને સિવીલ હોસ્પીટલે બેભાન હાલતમા ખસેડવામા આવી હતી જયા ફરજ પરનાં તબીબ ડો. આસ્થા ગોહીલે યુવતીને જોઇ તપાસી મૃત જાહેર કરી હતી . ખુશી એક ભાઇની એકની એક બહેન હતી.
ગઇકાલે તેમનાં માતા દવા લેવા ગયા હતા અને ભાઇ નોકરીએ ગયો હતો . ભાઇ નોકરીએથી ઘરે આવી જોતા બહેન લટકતી હાલતમા જોવા મળી હતી. ત્યાર બાદ તેમણે દેકારો કરી મુકતા આજુબાજુનાં લોકો ત્યા આવી પહોંચ્યા હતા અને ખુશીને બેભાન હાલતમા નીચે ઉતારી સિવીલ હોસ્પીટલે લઇ જતા તેમને ફરજ પરનાં તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસમાથી જાણવા મળી રહયુ છે કે ખુશીનાં પિતાનુ એક વર્ષ પહેલા અવસાન થયુ હતુ . ત્યારબાદ તે ગુમસુમ રહેતી હતી. તેનાં વિયોગમા ખુશીએ પગલુ ભરી લીધાનુ હાલ પ્રાથમીક તપાસમા જાણવા મળી રહયુ છે.
